બેઇજિંગ: ચીનમાં જીવલેણ કોરોના વાયરસને કારણે છેલ્લા 24 કલાકમાં વધું 73 લોકોનાં મૃત્યું થયા છે.જેથી મૃતકઆંક વધીને 636 થયો છે અને આ વાયરસથી સંક્રમિત થવાના 31,161 કેસની પુષ્ટિ થઈ છે.
ચીન રાષ્ટ્રીય સ્વાસ્થય આયોગે જણાવ્યું કે, ગુરુવારે 73 લોકોના કોરોના વાયરસથી મૃત્યું થયું છે. જેમાં 69 લોકો વુહાનના હતા.આયોગે જણાવ્યું કે, દેશમાં વાયરસની ઝપેટમાં 636 લોકોના મૃત્યું થયા છે અને 31.161 કેસની પુષ્ટી થઈ છે.ચીનના વુહાન શહેરથી આ વાઈરસ શરુ થયો છે અને સમગ્ર વિશ્વમાં ફેલાઈ ચૂક્યો છે.
આરોગ્ય સંગઠનો એચઆઇવી અને અન્ય એન્ટીવાઈરલ દવાઓ મેળવી કોરોના વાયરસના દર્દીઓને આપવામાં આવી રહી છે. પરંતુ હજુ સુધી કોરોના વાઈરસની દવાને સફળતા મળી નથી. આ વાઈરસથી ઓસ્ટ્રેલિયા, ફાંસ, અમેરિકા અને ચીન સિવાય 7 એશિયાઈ દેશમાં પહોચ્યો છે.
એમેરિકા -ઓસ્ટ્રેલિયા અને સિંગાપોરે બિન-નાગરિકો (જેમણે તાજેતરમાં ચીન પ્રવાસ કર્યો છે) મુસાફરી પર રોક લગાવી છે. વિયતનામે પણ ચીનથી આવતી-જતી બધી ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે.