ETV Bharat / international

ચીનમાં હવે આરોગ્યકર્મી પણ કોરોનાની ઝપેટમાં, મૃત્યુંઆંક 1500ને પાર - ચાઈના ન્યૂઝ

ચીનમાં કોરોના વાયરસનો ભોગ બનનારની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જેમાં હવે આરોગ્યકર્મીઓ પણ સામેલ થઈ ગયાં છે. અત્યાર સુધી આશરે 1700 સ્વાસ્થ્યકર્મી પર કોરોના વાયરસ અસર જોવા મળી રહી છે. જેમાંથી 6ના મોત થયાં છે. જ્યારે સમગ્ર મૃત્યુંઆંકની વાત કરીએ તો એ 1500ને પાર પહોંચ્યો છે.

corona virus
corona virus
author img

By

Published : Feb 15, 2020, 8:08 AM IST

બેજિંગઃ ચીનમાં કોરોનારૂપી કાળ જે થભવાનું નામ જ નથી લઈ રહ્યો. ધીરે ધીરે હવે લોકોની સારવાર કરનાર આરોગ્યકર્મી પણ આ વાયરસની ઝપેટમાં આવી રહ્યાં છે. લગભગ 1700થી વધુ ચિકિત્સાકર્મી પર કોરોના વાયરસની અસર થઈ છે. જ્યારે અત્યાર સુધી ચીનમાં 1500 લોકોના મોત થયાં છે.

રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગમાં નાયબ પ્રધાન યીજિંગ એક સંમેલનમાં જણાવ્યું હતું કે, 6 સ્વાસ્થ્યકર્મીની આ બીમારીના કારણે મોત થયા છે. જેંગના જણાવ્યાનુસાર, ત્રણ દિવસ પહેલા ચીનમાં કોરાના વાયરસથી અસરગ્રસ્ત ચિકિત્સાકર્મી 3.8 ટકા થયાં છે.

નોંધનીય છે કે, કોરોના વાયરસ તપાસેલા કેસોની સંખ્યા વધીને 63,851 થઈ છે. જે અગાઉના દિવસની સરખાણીએ 5090 વધારે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.