ETV Bharat / international

ચીનમાં કોરોના વાયરસનો કેર, મૃત્યુઆંક 2 હજારને પાર - મૃત્યુઆંક 2000 પર

ચીનમાં ફેલાયેલા ખતરનાક કોરોના વાયરસને કારણે ગત રોજ વધુ 136 લોકોના મોત થતા બુધવારે મૃત્યુઆંક 2000થી ઉપર પહોંચી ગયો હતો. આ સાથે જ વાયરસના લક્ષણો 74,185 લોકોમાં હોવાની પુષ્ટી થઈ ચુકી છે.

Coronavirus
coronavirus death toll
author img

By

Published : Feb 19, 2020, 10:00 AM IST

બેઇજિંગ: ચીનમાં જીવલેણ કોરોના વાયરસના કારણે મૃત્યુ પામનારા લોકોની સંખ્યા બુધવારે 2,000ને પાર પહોંચી ગઈ છે અને કુલ 74,185 કેસની પુષ્ટિ થઈ ગઈ છે. રાષ્ટ્રીય આરોગ્ય આયોગે (National Health Commission) જણાવ્યું હતું કે, મૃત્યુઆંક 2,004 પર પહોંચી ગયો છે. તે જ સમયે, 1,749 નવા કેસ નોંધાયા છે. કમિશને જણાવ્યું હતું કે, હવે 1,185 નવા શંકાસ્પદ કેસ નોંધાયા છે. મંગળવારે 236 દર્દીઓની હાલત ગંભીર હતી, જ્યારે 1,824 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

એક સ્થાનિક સમાચાર એજન્સીના સમાચાર અનુસાર, કમિશને કહ્યું કે 11,977 દર્દીઓની હાલત ગંભીર છે અને 5,248 લોકો તેનાથી પીડિત હોવાની આશંકા છે. જ્યારે ચીનના વુહાનમાં વુચંગ હોસ્પિટલના ડિરેક્ટર ડો.લિયુ ઝીમિંગનું મંગળવારે કોરોના વાયરસને કારણે અવસાન થયું હતું. શુક્રવારે, NHCએ કહ્યું કે કુલ 1,716 તબીબી કર્મચારીઓને કોરોના વાયરસ હોવાની પુષ્ટિ થઈ છે. 11 ફેબ્રુઆરી સુધીમાં, દર્દીઓની સારવારમાં રોકાયેલા 6 તબીબી કર્મચારીઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

આ દરમિયાન સોમવાર સુધી હોંગકોંગમાં 62 કેસની પુષ્ટિ થઈ હતી, જ્યાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. તે જ સમયે, મકાઉમાં 10 અને તાઇવાનમાં એકનું મોત થયું છે. તાઇવાનમાં અત્યાર સુધીમાં 22 કેસ નોંધાયા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.