બેજિંગઃ ચીનમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના 100 નવા કેસ નોંધાયા છે, જે તાજેતરના કેટલાક અઠવાડિયાની તુલનામાં એક દિવસમાં નોંધાયેલા કેસોમાં સૌથી વધુ કેસ છે. આ અંગે આરોગ્ય અધિકારીએ જણાવ્યું કે, 63 કેસમાં પોઝિટિવ લક્ષણો જોવા મળ્યા નથી, જે બાદ કોરોનાની સંખ્યામાં 82,052 થઈ ગઈ છે.
ચીનના નેશનલ હેલ્થ કમિશન (એનએચસી) અનુસાર, શનિવાર સુધીમાં ચીનમાં 1,280 કેસ વિદેશીથી ચેપ લાગ્યાં છે. જેમાંથી 481ને રિકવરી બાદ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે અને 799 લોકો હજુ સારવાર હેઠળ છે. જેમાંથી 36ની હાલત ગંભીર છે.
આરોગ્ય કમિશને કહ્યું કે, શનિવારે ચીનના પ્રદેશમાંથી બહાર નીકળેલા 99 કેસમાંથી 97 એવા છે, જે તાજેતરમાં જ વિદેશથી પરત આવ્યાં છે. શનિવારે આવા 63 કેસ પણ નોંધાયા હતા. જેમાં સંક્રમણની પુષ્ટિ થઈ છે, પરંતુ પોઝિટિવ લક્ષણો જોવા મળ્યા નથી. હાલ સ્થિતિ સામન્ય હોવાથી હુબેઇ પ્રાંતની રાજધાની વુહાનમાં કોરોના વાઇરસને નિયંત્રિત કર્યા બાદ ખાસ ચીનમાં સામાન્ય પ્રવૃત્તિઓ ફરી શરૂ કરી દેવાની મંજૂરી અપાઈ છે.
ચીનમાં શનિવાર સુધીમાં કુલ 82,052 લોકોને ચેપ લાગ્યો છે. જેમાં 1,138 લોકો સારવાર લઈ રહ્યાં છે. જો કે, 77,575 લોકોને રિકવર થયા બાદ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. આ સિવાય 3,399 લોકોના મોત થયાં છે.