ETV Bharat / international

ચીનમાં કોરોનાએ ઉથલો માર્યો, 46 નવા કેસ સાથે 3 મોત, 1089 કેસ એક્ટિવ - ઈટાલીમાં લોકડાઉન

ચીનના વુહાન શહેરથી શરૂ થયેલા કોરોના વાઇરસે દુનિયાભરમાં હાહાકાર મચાવ્યો છે. હાલ ચીનમાં કોરોનાના 46 નવા કેસ અને ત્રણ મોત નોંધાયા છે, ચીનમાં હાલ એક્ટિવ કેસ માત્ર 1089 જ છે.

China reports 46 new coronavirus cases, three deaths
ચીનમાં કોરોનાએ ઉથલો માર્યો, 46 નવા કેસ સાથે 3 મોત, 1089 કેસ એક્ટિવ
author img

By

Published : Apr 11, 2020, 1:19 PM IST

બેજિંગઃ દુનિયાભરમાં કોરોના વાઇરસ મહામારી સાબિત થયો છે, ત્યારે આ વાઇરસના દર્દીઓની સંખ્યા 17 લાખ થઈ ગઇ છે. કોરોનાની મહામારીએ અત્યાર સુધીમાં 1 લાખ 2 હજાર લોકોનો ભોગ લીધો છે. હવે સમાચાર આવી રહ્યાં છે કે, ચીનમાં ફરી પાછા કોરોનાના 46 નવા કેસ સામે આવ્યાં છે અને ત્રણ મોત થયા છે, ચીનમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા માત્ર 1089 છે.

ચીનના નેશનલ હેલ્થ કમિશનના જણાવ્યા અનુસાર, ચીનમાં શુક્રવાર સુધી વિદેશીઓના ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 1,183 નોંધાઈ છે. જેમાંથી 449 લોકોને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને 734 લોકોની સારવાર કરવામાં આવી રહી છે, જેમાંથી 37ની હાલત ગંભીર છે. આ અંગે આરોગ્ય વિભાગે કહ્યું કે, ચીનમાં ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા 81,953 પર પહોંચી છે, જેમાંથી 1,089 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, 77,525ને સારવાર બાદ રજા આપવામાં આવી છે અને 3,339ના ચેપને કારણે મોત થયાં છે.

એક અભ્યાસ મુજબ, ચીનમાં કોરોના વાઇરસ પહેલાં ચામાચીડિયાથી પેંગોલિન જેવાં પ્રાણીઓમાં ફેલાયો હતો, ત્યારબાદ વુહાન શહેરમાં માનવી ચેપગ્રસ્ત થયો હતો. આ વાઈરસ વધારે દિવસ સુધી ચીનમાં ન રહ્યો અને હવે અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયામાં કેર વર્તાવી રહ્યો છે. હવે સમાચાર મળી રહ્યાં છે કે, દક્ષિણ કોરિયામાં પણ સાજા થયેલા 91 દર્દીના રિપોર્ટ ફરી પોઝિટિવ આવ્યાં છે.

કોરોના વાઇરસનું જન્મસ્થળ એટલે કે ચીનના વુહાન શહેરમાં 76 દિવસ બાદ બુધવારે લોકડાઉનનો અંત આવ્યો છે, પણ આ શહેરે અન્ય ઘણા દેશને લોકડાઉનમાં પૂરી દીધા છે. વુહાન શહેરમાં લોકડાઉન પૂરું થતા લોકો 76 દિવસથી ઘરમાં રહેલા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. પહેલાંની જેમ આખું શહેર ફરીથી ચાલુ થઇ ગયું છે.

દુનિયાભરમાં કોરોના વાઇરસ મહામારી સાબિત થયો છે, ત્યારે આ મહામારીની સૌથી ખરાબ અસર ઇટાલીમાં થઈ છે. ઈટાલીમાં 24 કલાકમાં 570 લોકોના મોત થયા છે. પહેલા અહીં 9 માર્ચથી ત્રણ એપ્રિલ સુધી લોકડાઉન હતું, ત્યારબાદ તેને 13 એપ્રિલ સુધી કરાયું હતું અને હવે ત્રણ મે સુધી લંબાવાયું છે. ઈટાલીમાં લોકડાઉનને ત્રણ મે સુધી લંબાવાયું છે. અહીં કોરોનાના 1.48 લાખ પોઝિટિવ કેસ અને 18 હજાર 849 લોકોના થયા છે.

ઈટાલીમાં અમેરિકા કરતા 100 મૃત્યુઆંક વધારે છે. અમેરિકામાં આજ સાંજ સુધીમાં અન્ય દેશની સરખામણીમાં સૌથી વધારે મૃત્યુઆંક થઈ જવાની આશંકા છે, કારણ કે છેલ્લા ત્રણ-ચાર દિવસથી અહીં રોજ બે હજારની આસપાસ લોકો જીવ ગુમાવી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.