નવી દિલ્હી/બીજિંગ: ચીને ઘાતક કોરોના વાઇરસ સામે લડવા એકજૂટતા દર્શાવી અને મદદ માટે રાષ્ટ્રપતિ શી જિનપિંગને લખેલા વડાપ્રધાન મોદીના પત્રની સોમવારે સરાહના કરી. તેમણે કહ્યું કે, દિલ્હીની આ બીજિંગ સાથેની જૂની મૈત્રીને પ્રદર્શિત કરે છે.
જિનપિંગને લખેલા પત્રમાં મોદીએ વાઈરસના પ્રકોપને સંદર્ભે ચીનના લોકો સાથે સંવેદના વ્યક્ત કરી હતી. આ વાઈરસે પાડોશી દેશમાં 900થી વધારે લોકોનો જીવ લીધો છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગેંગ શુઆંગે કહ્યું કે, અમે કોરોના વાઈરસ સામે ચીનની લડાઈમાં ભારતના સમર્થન બદલ આભાર વ્યક્ત કરીએ છે અને તેની પ્રશંસા કરીએ છે.