ETV Bharat / international

ભારત અફઘાનિસ્તાન મુદ્દે વ્યસ્ત, બીજી તરફ 'હિંદ મહાસાગર'માં ચીને ખેલી દીધો મોટો દાવ - મ્યાંમાર

'મલક્કા જળસંધિ' ચીન માટે કોઈ ખરાબ સપનાથી ઓછી નથી અને ડ્રેગન હંમેશા આમાંથી નીકળવાનો પ્રયત્ન કરે છે. આ ક્રમમાં ચીને હિંદ મહાસાગર માટે એક નવો રૂટ ખોલ્યો છે. આવો જાણીએ શું છે તેનો અર્થ અને શક્યતાઓ. વરિષ્ઠ સંવાદદાતા સંજીવ કુમાર બરુઆનો રિપોર્ટ.

નવો મ્યાંમાર-ચીન માર્ગ સિંગાપુરથી ચેંગડુ માટે શિપિંગ સમય 20 દિવસ ઓછો કરશે

author img

By

Published : Aug 31, 2021, 7:03 PM IST

  • ચીને હિંદ મહાસાગરમાં પકડ મજબૂત કરવા માટે ખોલ્યો નવો માર્ગ
  • 26 ઑગષ્ટના ચેંગડુથી લિનકાંગ સુધી રેલ માર્ગનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું
  • ફક્ત ત્રણ દિવસમાં ચેંગડુથી લિનકાંગ પહોંચી શકાશે
  • આંતરરાષ્ટ્રીય વેપાર કરવા માટે ડ્રેગનનું મહત્વપૂર્ણ પગલું

નવી દિલ્હી: કેટલાક દિવસ પહેલા જ્યારે કાબુલ એરપોર્ટ પર આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા આત્મઘાતી હુમલાના કારણે થયેલો વિનાશ દુનિયા ટીવી સ્ક્રીન પર જોઇ રહી હતી, બરાબર એ જ સમયે વાદળી કાર્ગો વેગન અને લાલ રંગની ઈંટ જેવું એન્જિન ધરાવતી ટ્રેન ગુપ્ત રીતે ચેંગડુમાં આંતરરાષ્ટ્રીય રેલવે પોર્ટ માટે રસ્તો બનાવી રહી હતી.

હિંદ મહાસાગર માટે ડ્રેગને ખોલ્યો ખાસ માર્ગ

જો કે આ જોવામાં ઘણી સામાન્ય ગતિવિધિ હતી, પરંતુ આનું મહત્વ ઘણું મોટું છે, કેમકે ચીને દરિયા-જમીન-રેલવેનો ઉપયોગ કરીને હિંદ મહાસાગર માટે એક મહત્વપૂર્ણ માર્ગ ખોલ્યો છે. આ એક એવો વિકાસ છે જે વ્યૂહાત્મક પ્રભાવોથી ભરાયેલો છે અને ભારત માટે ઘણું મહત્વ રાખે છે.

કેટલાક દિવસ પહેલા જ સિંગાપુરમાં ટેસ્ટ કરવા માટે કાર્ગો લોડ કરવામાં આવ્યું, જે દરિયાના રસ્તે મ્યાંમારના યાંગૂન પોર્ટ માટે રવાના થયું હતું, જ્યાંથી રોડ માર્ગથી મ્યાંમારના એક ભાગને પાર કર્યા બાદ ચેંગડુ માટે રેલવે રવાના થતાં પહેલા ચીનના યુન્નાન ક્ષેત્રના લિનકાંગ પહોંચી હતી.

કેટલાક દિવસ પહેલા એટલે કે 26 ઑગષ્ટના ચેંગડુથી લિનકાંગ સુધી રેલ લિંકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. લિનકાંગ મ્યાંમારના શાન રાજ્યમાં દરિયાઈ શહેર ચીન શ્વે હૉની પાસે આવેલું છે. લિનકાંગથી ચેંગડુ સુધી ટ્રેન દ્વારા ફક્ત ત્રણ દિવસ લાગશે.

રોડ, રેલવે અને શિપિંગ લેનના વૈશ્વિક નેટવર્કનો પ્લાન

ચીનના બેલ્ટ એન્ડ રૉડ ઇનિશિએટિવ (BRI)ના ભાગ તરીકે ચીન શ્વે હૉ પહેલાથી જ મ્યાંમાર અને ચીનની વચ્ચે સંમતિ સીમા પર ત્રણ આર્થિક સહયોગ વિસ્તારોમાંથી એક છે. 2013ની શરૂઆતમાં ચીનના મુખ્ય બીઆરઆઈ પ્રોજેક્ટે વેપાર અને રોકાણને વધારવા માટે મધ્ય એશિયા, પશ્ચિમ એશિયા અને રશિયાના માધ્યમથી ચીનથી યુરોપ સુધી ઓછામાં ઓછા 70 દેશોને જોડવા માટે રોડ, રેલવે અને શિપિંગ લેનનું વૈશ્વિક નેટવર્ક ઉભું કરવાની યોજના બનાવી છે.

નવી લિંક ત્યારે શરૂ કરવામાં આવી છે જ્યારે ભારત પોતાની એક્ટ પોલિસી (AEP) પર ડગમગી ગયું છે, જેને 1991માં પોતાના પહેલાંના અવતાર એટલે કે લૂક ઈસ્ટને લીલી ઝંડી બતાવ્યા બાદ શરૂ કરવાનું હતું. આનો ઉદ્દેશ ચીનના વધતા વ્યૂહાત્મક પ્રભાવને નબળો કરવાનો છે. જો કે ફરીથી નિયુક્ત AEP દક્ષિણ-પૂર્વ એશિયાના દેશો સાથે વ્યાપક આર્થિક અને વ્યૂહાત્મક સંબંધો બનાવવાનો પ્રયત્ન કરે છે, જે એસોસિયેશન ઓફ સાઉથ-ઇસ્ટ એશિયન નેશન્સ (ASEAN) હેઠળ જૂથબદ્ધ છે.

કેમ મહત્વપૂર્ણ છે ચીનનો નવો દરિયાઈ માર્ગ?

નવો મ્યાંમાર-ચીન માર્ગ સિંગાપુરથી ચેંગડુ માટે શિપિંગ સમય 20 દિવસ ઓછો કરશે. આ ઉપરાંત તે ચીની નિકાસને સાંકડી મલાક્કન સ્ટ્રેટમાંથી બચવા માટે સક્ષમ બનાવશે. આમ મલાક્કન જળસંધિને દૂર કરવા અને હિંદ મહાસાગરથી પશ્ચિમ એશિયા, યુરોપ અને એટલાન્ટિક પ્રદેશમાં સીધો આંતરરાષ્ટ્રીય વેપાર કરવા માટે તે એક મહત્વપૂર્ણ પગલું છે.

આનાથી પશ્ચિમી ચીનને પહેલીવાર હિંદ મહાસાગર સુધી પહોંચ મળી છે. મ્યાંમારના કેશ ક્રાઇસિસવાળા ટાટમાડ (જુંટા)ને આવકના સ્થિર સ્ત્રોતનો ખાતરી આપવામાં આવશે. એક અન્ય મોટા ચાઇનીઝ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ અને ચાઇના-મ્યાંમાર ઇકોનોમિક કોરિડોરના એક ભાગ ઊંડા બંદરનો રખાઇનમાં ક્યાકફ્યુ ખાતે વિકાસ થયો છે.

ગેસ અને ક્રુડ ઑઇલ માટે ચીનનું વિશાળ પાઇપાઇલન નેટવર્ક

આ ચીનના દક્ષિણ-પશ્ચિમ યુન્નાન ક્ષેત્રને દરિયા સુધી પહોંચવાની પરવાનગી આપશે. પહેલાથી જ 770 કિલોમીટર લાંબી સમાંતર તેલ અને ગેસ પાઇપલાઇન મ્યાંમારના ક્યોકફ્યુ ટાપુથી બંગાળની ખાડીમાં યુ્ન્નાન પ્રાંતના રુઇલી સુધી ચાલે છે. બાદમાં 2800 કિમી લાંબા અંતર બાદ ગુઆંગક્સી સુધી ફેલાઈ છે. આ પાઇપલાઇન વાર્ષિક 22 મિલિયન ટન ક્રુડ ઓઇલ લાવે છે. તો ગેસ પાઇપલાઇન 12 બિલિયન ક્યુબિક મીટર ગેસનું પરિવહન કરે છે. અત્યંત જરૂરી ઊર્જા સ્ત્રોતોને લઈ જનારી પાઇપલાઇનોનું આ નેટવર્ક ઊર્જાની તંગીવાળા ચીન માટે અત્યંત મહત્વપૂર્ણ છે, કેમકે આ અશાંત મલક્કા જળસંધિને નિરર્થક બનાવી દે છે.

વધુ વાંચો: તમામ પક્ષોએ તાલિબાનનો સંપર્ક કરવો જોઇએ અને માર્ગદર્શન આપવું જોઇએ : ચીન

વધુ વાંચો: USના વિદેશ પ્રધાને ચીન અને રશિયાના વિદેશ પ્રધાન સાથે અફઘાનિસ્તાનની સ્થિતિ અંગે ચર્ચા કરી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.