નવી દિલ્હીઃ પૂર્વી લદ્દાખની ગલવાન ખીણમાં 15 જૂન ભારત અને ચીન સૌનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. જેમાં ભારત અને ચીનના કેટલાક સૌનિકો શહીદ થયા હતા. ભારતે કોઈ મૂજંવણ વગર તેમના 20 શહીદ જવાનો શહીદ થયાની વાતનો સ્વીકાર્ કર્યો હતો. ભારતે શહીદ જવાનોને સન્માન આપવામાં આવ્યું હતું. બીજી તરફ ચીને પોતાના જવાના મોત થયાનો પણ સ્વીકાર કર્યો નથી.
વડાપ્રધાન મોદીએ 28 જૂનના મનકી બાત કાર્યક્રમમાં ગલવાન ખીણમાં શહીદોને શ્રદ્ધાજંલિ આપી અને સૌનિકોના પરિવારને આશ્વાસન આપ્યું હતુ. મોદીએ કહ્યું કે, પરિવારોનું બલિદાન પૂજા કરવાને લાયક છે. આ સમગ્ર ઘટનાના 2 મહિના બાદ પણ ચીનનો ખૂની સંધર્ષમાં માર્યા ગયેલા તેમના સૌનિકોને લઈ કોઈ અધિકારિક ખુલાસો કર્યો નથી.
પૂર્વી લદ્દાખમાં ચીની સેનાએ પરિસ્થિતિ બદલવાનો પ્રયાસ કર્યો ત્યારે આ અથડામણ થઈ હતી. ભારતે કહ્યું છે કે, જો ચીની તરફથી ઉચ્ચ સ્તરીય કરાર કરવામાં આવ્યા હોત તો આ અથડામણ ટળી હોત. ચીની સરકારે અત્યાર સુધી માત્ર કેટલાક અધિકારીના મોત થયાનું સ્વીકાર્યું છે, તો સુત્રો અનુસાર ચીનના 43 સૌનિકો ઘાયલ થયા છે. જેમાંથી કેટલાક મૃતદેહ અને ગંભીર રુપે ધાયલ છે.
બીજી તરફ અમેરિકી ખુફિયા એજન્સીનું માનીએ તો આ ઘટનામાં ચીનના 35 સૌનિકોના મોત થયા છે. એક ન્યૂઝના રિપોર્ટ મુજબ ચીનના નાગરિકો મામલે મંત્રાલયે ગલવાન ખાણમાં મોતને ભેટેલા સૌનિકોના પરિવારને કહ્યું કે, જવાનોને પારંપારિક દફન વિધિ સમારોહ અને મૃતદેહનો અંતિમ સંસ્કાર કરવામાં આવે, પરંતુ આ બધા જ કાર્યક્રમમાં કોઈ બહારની વ્યક્તિ સામેલ થશે નહીં.