બેજિંગ: ચીનના ગુઆંગડોંગ પ્રાંતમાં એક સમુદ્રી પુલ અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યો છે. કારણ કે પુલ પવનથી હચમચી ગયો હતો. ચીન સરકારે સાવચેતીના પગલે આ નિર્ણય લીધો છે.
ચાઇનાના સેન્ટ્રલ ટેલિવિઝનના અહેવાલ મુજબ, ગુઆંગઝૂ અને ડોંગગુઆન શહેરને જોડતો આ પુલ સમુદ્રી પવનને કારણે મંગળવારે હચમચી ગયો હતો, ત્યારબાદ આ પુલ અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યો છે. નિષ્ણાતો દ્વારા પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, પુલની મુખ્ય રચનાને વધારે નુકસાન થયું નથી અને પુલ હચમચી જવાનું કારણ પવન છે.