બેઇજિંગ: ચીને કોરોના વાઇરસની ત્રજી રસીના ક્લિનિકલ ટ્રાયલ્સને મંજૂરી આપી છે, જેમાંથી એક ચિની આર્મી પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ) દ્વારા વિકસાવવામાં આવી છે.
વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ બાયોલોજિકલ પ્રોડક્ટ્સે ચાઇના નેશનલ ફાર્માસ્યુટિકલ ગ્રૂપ (સિનોફાર્મ) અને વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વિરોલોજી (ડબ્લ્યુઆઈવી) હેઠળ વિકસિત તેની રસીના ક્લિનિકલ ટ્રાયલ્સ શરૂ કર્યા છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉચ્ચ અમેરિકી અધિકારીઓએ આરોપ લગાવ્યો હતો કે ચીનથી કોરોના વાઇરસનો વિકાસ થયો છે. અમેરિકાએ આ મામલે તપાસની પણ માંગ કરી હતી.જોકે ડબ્લ્યુઆઇવીએ આક્ષેપોને નકારી કાઢયો છે અને કહ્યું કે આ વિચાર સંપૂર્ણપણે બનાવટી હતા.
ચીનની ફાર્માસ્યુટિકલ કંપની સિનોફાર્મે જણાવ્યું હતું કે ક્લિનિકલ ટ્રાયલ્સના પ્રથમ તબક્કામાં 23 એપ્રિલ સુધીમાં ત્રણ જુદી જુદી વયના કુલ 96 લોકોને રસી આપવામાં આવી છે. હમણાં સુધી રસીના પરિણામો સુરક્ષિત રહ્યા છે અને તેના પર પરીક્ષણ કરાયેલા લોકોને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે.