- બાઇડેનની 110 સરકારો સાથે 2 દિવસીય બેઠક
- લોકશાહી માટે એકસાથે કેવી રીતે કામ કરી શકાય તેના પર થશે ચર્ચા
- આ સમિટમાં તાઇવાનને શામેલ કરાતા ચીન નારાજ
બેઇજિંગ: અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડેનની આગામી લોકશાહી સમિટને લઈને ચીન અને અમેરિકા વચ્ચે મતભેદ (china america conflict) ચાલી રહ્યો છે, જેને ચીનની સત્તાધારી સામ્યવાદી પાર્ટી તેની સરમુખત્યારશાહી પદ્ધતિઓ (communist party with dictatorial methods in china) સામે પડકાર તરીકે જુએ છે. બાઇડેનની લગભગ 110 અન્ય સરકારો સાથે 2 દિવસીય ડિજિટલ બેઠક (Democracy Summit 2021)ની શરૂઆતથી 5 દિવસ પહેલા એક રિપોર્ટ જારી કરવાની ચીનની યોજના છે. આ રિપોર્ટનું નામ છે 'ચીનઃ લોકશાહી જે કામ કરે છે' (china democracy that works) છે. તો કોમ્યુનિસ્ટ પાર્ટીનું કહેવું છે કે ચીનની પોતાની લોકશાહી છે.
લોકશાહી માટે એકસાથે કામ કેવી રીતે કરી શકાય તેના પર ચર્ચા કરાશે
વ્હાઇટ હાઉસની પ્રેસ સચિવ (white house press secretary) જેન સાકીએ કહ્યું કે, આ બેઠકમાં ભાગ લેનારા લોકો એના પર ચર્ચા કરશે કે દુનિયાભરની લોકશાહી માટે ઉભા રહેવા માટે એકસાથે મળીને કેવી રીતે કામ કરી શકાય. તેમણે કહ્યું કે, આના માટે અમને કોઇ પસ્તાવો નહીં થાય. તેઓ ચીનના નાયબ વિદેશ પ્રધાન (deputy foreign minister of china) લી યુચેંગની ટિપ્પણીઓનો જવાબ આપી રહ્યા હતા.
રશિયા અને ચીનને સમિટમાં આમંત્રણ નથી
લીએ અમેરિકાનું નામ લીધા વગર કહ્યું કે, તેનો દાવો છે કે તે આ લોકશાહી માટે કરી રહ્યું છે, પરંતુ આ લોકશાહીની બિલકુલ વિરુદ્ધ છે. આની વૈશ્વિક એકતા, સહયોગ અને વિકાસ પર સારી અસર નહીં પડે. ઉલ્લેખનીય છે કે, આ સમિટ માટે રશિયા અને ચીનને આમંત્રણ (russia and china are not invited) આપવામાં આવ્યું નથી.
અમેરિકન લોકશાહીની નિષ્ફળતાઓ ઉજાગર કરી
કોમ્યુનિસ્ટ પાર્ટીએ કહ્યું કે, તેમની સિસ્ટમ દેશના લોકોની સેવા કરે છે અને આ માટે તેણે મધ્યમ આવકવાળા દેશમાં ઝડપી વિકાસ અને કોવિડ -19થી મૃત્યુની સંખ્યામાં (number of deaths from covid-19) ઘટાડો કરવામાં પ્રાપ્ત કરેલી સફળતાનો ઉલ્લેખ કર્યો. અધિકારીઓએ અમેરિકન કેપિટોલમાં બંદૂકની હિંસાથી લઈને બળવા સુધીની અમેરિકન લોકશાહીની નિષ્ફળતાઓ (the failure of american democracy)ને ઉજાગર કરી હતી.
તાઇવાનને સામેલ કરવાથી ચીન નારાજ
અમેરિકાએ તેની સમિટમાં તાઈવાન (taiwan in democracy summit 2021)ને શામેલ કરીને ચીનને નારાજ કર્યું છે. ચીન આ સ્વ-શાસિત ટાપુને તેનો ભાગ ગણાવે છે અને કોઈપણ વિદેશી સરકાર સાથે તેના સંપર્ક સામે વાંધો ઉઠાવે છે.
આ પણ વાંચો: most expensive city in the world:તેલ અવીવ બન્યું વિશ્વનું સૌથી મોંઘું શહેર, પેરિસ બીજા સ્થાને સરકી ગયું
આ પણ વાંચો: વિશ્વ સ્વાસ્થ સંગઠન દ્વારા 'ઓમીક્રોન'નું નામકરણ