નવી દિલ્હી: કોરોનાના સંક્રમણને ફેલતો રોકવા માટે સોશિયલ ડિસ્ટન્સ પર ખૂબ જ ભાર આપવામાં આવી રહ્યો છે.ત્યારે ઉતરી દિલ્લી નગર નિગમના રાજન બાબુ ટીબી હોસ્પિટલમાં આને કારણે માથાફુટની શરૂઆત થઈ ગઇ છે. આ અંગે સોશિયલ મીડિયા પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીને હોસ્પિટલની નર્સો દ્વારા લખાયેલો એક પત્ર વાઇરલ થઈ રહ્યો છે, જેમાં પીએમને હોસ્પિટલમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવવા માટેની વિનંતી કરવામાં આવી છે.

હોસ્પિટલમાં નથી થતુ સોશિયલ ડિસ્ટસનું પાલન
આરબીટીબી હોસ્પિટલની નર્સોના નામે લખાયેલા પત્રમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે, જ્યારે લોક-ડાઉન શરૂ થયું ત્યારથી જ હોસ્પિટલની કેટલીક નર્સો અને વહીવટી અધિકારી અનિલ કુમાર સોસિયલ ડિસ્ટસ ફોલો ન કરી કામના ટાઇમે હોસ્પિટલમાં ફેસબુક માટે વિડિયો બનાવી રહ્યા છે.અને જો કોઈ તેમને આ સંદર્ભે ધ્યાન રાખવા કહે છે, તો વહીવટી અધિકારી અભદ્ર ભાષાનો ઉપયોગ કરવાનું શરૂ કરે છે.

સજા આપવાની કરી માંગ
આ પત્રમાં હોસ્પિટલની એક નર્સ એમ.ઓ.વી.મશીના નામે પણ ફરિયાદ કરવામાં આવી છે કે તે ડ્યુટી સમયે હોસ્પિટલમાં નર્સો માટે બનાવવામાં આવેલા યુનિફોર્મની જગ્યાઓ સામાન્ય કપડાજ પહેરીને આવે છે. આ સાથે પત્રમાં એવી માંગ પણ કરવામાં આવી છે કે નિયમો તોડનારાઓને કડક સજા આપવામાં આવે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વડા પ્રધાન ઉપરાંત ઉત્તર દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર, ડીએચએ અને કમિશનર, દિલ્હી પ્રદેશ ભાજપ અને કોંગ્રેસના પ્રમુખોને પણ મોકલવામાં આવ્યો છે. ઇટીવી ભારત પત્રની પ્રામાણિકતાની પુષ્ટિ કરતું નથી.