- સિરાહામાં સરકારી કચેરીમાં 'પ્રેશર કૂકર બોમ્બ' બ્લાસ્ટ કરાયો
- વિસ્ફોટમાં 3 મહિલાઓ સહિત આઠ કર્મચારીઓ ઘાયલ થયા
- લોકશાહી તરાઈ મુક્તિ મોરચાએ આ વિસ્ફોટની જવાબદારી સ્વીકારી
કાઠમંડુ: દક્ષિણપૂર્વ નેપાળના લાહાન જિલ્લાના સિરાહામાં રવિવારે સરકારી કચેરીમાં 'પ્રેશર કૂકર બોમ્બ' ફૂટતાં 8 લોકો ઘાયલ થયા છે. મળતી માહિતી અનુસાર, બોમ્બ વિસ્ફોટ જમીન મહેસૂલ કચેરીના પહેલા માળે થયો હતો. આ વિસ્ફોટમાં 3 મહિલાઓ સહિત ઓછામાં ઓછા આઠ કર્મચારીઓ ઘાયલ થયા છે.
આ પણ વાંચો: લખનઉના એમોનિયા પ્લાન્ટમાં ગેસ લીકેજ થતાં વિસ્ફોટ, 2નાં મોત
ભ્રષ્ટાચાર વિરુદ્ધના અભિયાનનો એક ભાગ
ડીએસપી તપન દહલે કહ્યું કે, 'ગંભીર રીતે ઘવાયેલા 3 લોકોની સારવાર લાહાનની સપ્તઋશી હોસ્પિટલમાં ચાલી રહી છે, જ્યારે અન્ય ઘાયલોને લાહાન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. માહિતી અનુસાર, જય કૃષ્ણ ગોઇતની આગેવાની હેઠળના લોકશાહી તરાઈ મુક્તિ મોરચા (ક્રાંતિકારી) એ આ વિસ્ફોટની જવાબદારી સ્વીકારી છે. કહ્યું છે કે, તે ભ્રષ્ટાચાર વિરુદ્ધના સંગઠનના અભિયાનનો એક ભાગ છે.