બીજિંગઃ ચીનના દક્ષિણ પશ્ચિમ યુનાન પ્રાંતમાં ભુકંપના આંચકા અનુભવાયા હતા. જેમાં ઓછામાં ઓછા ચાર લોકો માર્યા ગયા છે. વધુમાં અધિકારીએ જણાવ્યું હતું કે, આ ભુકંપમાં 24 લોકો ઇજાગ્રસ્ત પણ થયા છે.
આ ધરતીકંપ બાદ તુરંત જ ફાયર બ્રિગેડ સહિતની બચાવ અને રાહત ટીમોને ભુકંપના ઝોનમાં મોકલવામાં આવી હતી અને બચાવ કામગીરી શરુ કરાઇ હતી.
મળતી માહિતી મુજબ સોમવારે રાત્રે 9.47 કલાકે રેક્ટર સ્કેલ પર 5 તીવ્રતાના ભુકંપના આંચકા અનુભવાયા હતા. આ ઉપરાંત ભુકંપનું કેન્દ્ર આઠ કિલોમીટર ઉંડુ હતું.
કિયાઓજિયાની કાઉન્ટી સરકારે બચાવ અને આપત્તિ રાહત સહાય માટે બચાવકર્તાઓને 16 ટાઉનશિપ પર મોકલ્યા છે.
રિપોર્ટ અનુસાર, ભૂકંપથી 10 ટેલિકોમ બેઝ સ્ટેશનને નુકસાન થયું છે.