પશ્ચિમ આફ્રિકાઃ પશ્ચિમ આફ્રિકાના બુર્કાની ફાસો દેશમાં આતંકવાદી હુમલામાં 36 લોકોના મોત થયાં છે. ઉત્તર બુર્કાની ફાસોના ગામમાં આતંકી દ્વારા કરવામાં આવેલા હુમલામાં 36 લોકોના મોત થયા છે.
ઉત્તર બુર્કાની ફાસોના ગામમાં આતંકવાદી દ્વારા કરવામાં આવેલા હુમલો કરવામાં આવ્યો હતો. જે હુમલામાં 36 લોકોના મોત થયા છે. આ ઘટના અંગે સરકારે કહ્યું છે કે, આતંકવાદીઓએ નાગરાઓગો ગામમાં હુમલો કરી 32 લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા. જ્યારે આ અગાઉ અલમાડ ગામમાં થયેલા હુમલામાં 4 સ્થાનિકોના મોત થયાં હતાં.
બુર્કાની ફાસો નાગરિકો સામે થતાં હુમલાખોરો સામે પગલા લેવા તંત્ર અનેક પ્રયાસો કરી રહ્યું છે, ત્યાંના સાસંદે મંગળવારે સર્વસંમતિ સાથે એક કાયદો પસાર કર્યો છે. જે કાયદા અંતર્ગત આતંકીઓ વિરુદ્ધ લડાઈ લડવા માટે સ્થાનિક સ્વયંસેવકોની ભરતી કરાશે.