વૉશિંગ્ટન: અમેરિકાની સ્થાનિક ન્યૂઝ ચેનલ દ્વારા આયોજિત એક ટેલિવિઝન કાર્યક્રમમાં રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે લોકોને પ્રશ્નોના જવાબ આપ્યા હતા. જેમાં નેબ્રાસ્કાના એક વ્યક્તિ કે જેઓ કોરોનાની બિમારીમાંથી સાજા થયા હતા તેમણે કોરોનાની રસી વિશે પ્રશ્ન પુછતા ટ્રમ્પે તેના જવાબમાં ટિપ્પણી કરી હતી કે, આ વર્ષના અંત સુધીમાં કોરોનાની રસી ઉપલબ્ધ થઇ જશે. વહીવટી તંત્ર દ્વારા કોરોનાની દવા 'રિમડેસિવીર' મેળવવા માટે પ્રયાસો હાથ ઘરવામાં આવી રહ્યા છે.
જો કે અમેરિકાના આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું છે કે, આ રસી ઉપલબ્ધ થવા માટે એક વર્ષથી 18 મહિનાનો સમય લાગી શકે છે. ઇમ્યુનોલોજિસ્ટ ડો. એન્થોની ફોચીએ એપ્રિલના અંતમાં કહ્યું હતું કે જો રસી ટૂંક સમયમાં વિકસિત કરવામાં આવે તો પણ તેનું વ્યાપક પ્રમાણમાં વિતરણ કરવામાંઆગામી જાન્યુઆરી સુધીનો સમય લાગી જશેે.