અમેરિકાના વિદેશ મંત્રાલયના દક્ષિણ એશિયા ડિપાર્ટમેન્ટના આસિસ્ટન્ટ સેક્રેટરી એલિસ વેલ્સની તરફથી કહ્યું છે કે ભારતે તેની પાછળ તર્ક આપ્યો છે કે, આનાથી જમ્મુ-કાશ્મીરમાં વિકાસની રફતાર વધશે, સાથે સાથે કેટલાંય કાયદાઓને લાગૂ કરી શકાશે. તેમણે વધુમાં કહ્યું કે તેઓ સતત આ નિર્ણય પર નજર રાખી રહ્યા છે.
અમેરિકા આ સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. જો કે અમારી એ પણ આશા છે કે અત્યારે જે પર પ્રતિબંધો મૂકયા છે તે ટૂંક સમયમાં જ ખતમ થઈ જશે. તેમણે કહ્યું કે ભારતે તમામ નિર્ણય માનવાધિકારના આધાર પર લેવા જોઇએ. ટૂંક સમયમાં જ ઇન્ટરનેટ અને ફોન સુવિધાને શરૂ કરવી જોઇએ.