ETV Bharat / international

યુ.એસ.માં કાંટાની ટક્કર, ટ્રમ્પ- લીગલ મતગણતરી કરાવામાં આવે તો એમે જીતશું

યુ.એસ, રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામોની આખી દુનિયા રાહ જોઇ રહી છે. કેટલાક રાજ્યોમાં છેલ્લા કેટલાક સમયથી મતની ગણતરી ચાલી રહી છે, જ્યારે ચૂંટણીના મત માટેની લડત પણ કાંટાની સાથે ચાલી રહી છે.

રાષ્ટ્રપતિની ચૂંટણી
રાષ્ટ્રપતિની ચૂંટણી
author img

By

Published : Nov 6, 2020, 9:36 AM IST

  • જો બાઇડેન જીતથી માત્ર એક ડગલું દૂર
  • ડોનાલ્ડ ટ્રમ્પ બોલ્યા- 'બંધ કરો ગણતરી'
  • બાઇડેનને 264 ઇલેક્ટોરલ વોટ આવી ચુક્યા છે અને માત્ર 6 વોટની જરૂર છે.

વૉશિંગ્ટન: અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીનું પરિણામ હજી સુધી બહાર આવી શક્યું નથી. જે દરમિયાન, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને ચૂંટણીમાં છેતરપિંડીનો આરોપ લગાવ્યો હતો. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, જો ફક્ત કાનૂની મતોની ગણતરી કરવામાં આવે તો હું સરળતાથી જીતીશ, પરંતુ નકલી મતોની ગણતરી કરવામાં આવી રહી છે.

ડોનાલ્ડ ટ્રમ્પની પત્રકાર પરિષદ

પ્રેસ કોન્ફરન્સમાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, અમને લાગે છે કે, અમે આ ચૂંટણી સરળતાથી જીતીશું. અમારી પાસે ઘણા પુરાવા છે, અમે આ લડત કોર્ટમાં લઈ જઈશું.

ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન

રાજ્યોમાં મતદાન કરવા અંગે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, ઘણા રાજ્યોમાં મેં જીતનો દાવો કર્યો છે અને કેટલાકમાં જો બાઇડેને, પરંતુ અંતે હવે કોણ જીતે છે તે કોર્ટ નિર્ણય લેશે. પરંતુ જે રીતે કૌભાંડ થઈ રહ્યું છે, તે આ દેશમાં ન થવું જોઈએ. યુએસ રાષ્ટ્રપતિએ કહ્યું કે, જો માત્ર કાનૂની મતની ગણતરી કરવામાં આવે તો હું જીતીશ. પરંતુ જો ફર્જી મતોની ગણતરી કરવામાં આવે તો બાઇડેનની પાર્ટીએ મતની ચોરી કરી છે. મેં ઘણા રાજ્યોમાં જીત મેળવી છે અને આ આંકડાઓ એતિહાસિક છે. આ બીજી વખત છે કે, જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી અને ચૂંટણીમાં છેતરપિંડીનો આરોપ લગાવ્યો હતો. ડોનાલ્ડ ટ્રમ્પના આ નિવેદનોની અમેરિકન મીડિયામાં ઘણી ટીકા થઈ રહી છે.

જો બાઇડેન અને કમલા હેરિસે વળોત જવાબ આપ્યો

એક તરફ ડોનાલ્ડ ટ્રમ્પ મેલ ઇન મતો પર સતત આરોપ લગાવી રહ્યા છે, પરંતુ બીજી તરફ જો બાઇડેન અને કમલા હેરિસને આ મતો પર વિશ્વાસ છે. આ બંનેએ ટ્વીટ કર્યું છે કે, અમે લાંબા સમયથી અમને આ લડાઇમાં વિશ્વાસ છે, લોકોએ ચૂંટણીના દિવસ પહેલા મતદાન કર્યું હતું. પરંતુ હવે ડોનાલ્ડ ટ્રમ્પ મતની ગણતરી બંધ કરવા માગે છે, આપણે પાછા આ અંગે લડવું પડશે. આ સિવાય કાયદાકીય લડત માટે ડેમોક્રેટ્સ પાસેથી નાણાની પણ માગ કરવામાં આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.