અમેરિકા તથા ચીન વચ્ચે વ્યાપારને લઇને યુદ્ધ ચાલુ થઇ ગયુ છે. જેથી એપલના iPhone નિર્માણની કિંમત 3 ટકા વધી ગઇ છે. જૂના નફા દર મેળવા માટે એપલ તથા તથા તે જ કિંમતથી iPhoneની કિંમતમાં વધારો કરવો પડશે.
પોર્ટના જણાવ્યા અનુસાર, ઉદાહરણ રૂપે iPhone X ની કિંમત 999 ડોલરથી વધીને 1,029 ડોલર થઇ જશે. જ્યારે ઇવ્સના જણાવ્યા અનુસાર, એપલની કિંમતમાં વધારો થઇ શકે છે. જો ટ્રમ્પ સરકાર ચીનની વસ્તુઓ પર ટેક્સ વધારવાની યોજના પર અમલ કરશે. જો આવું થશે, તો iPhoneના દરેક ઉત્પાદનની કિંમત 120 ડોલર સુધી વધી શકે છે. એક રિપોર્ટ અનુસાર, ઇવ્સે અમેરિકા-ચીન વ્યાપાર યુદ્ધને જોઇને આ ધારણા કરી છે.