નવી દિલ્હીઃ કોરોના વાઇરસ મહામારીએ એક વૈશ્વિક પડકારના રૂપમાં આવવાથી રિલીઝન ફોર પીસ અને સંયુક્ત રાષ્ટ્ર બાળ કોષે એક વૈશ્વિક બહુ-ધાર્મિક પહેલ માટે હાથ મિલાવ્યા છે.
આ પહેલનો ઉદ્દેશ્ય બાળકો પર પડનારી આ મહામારીની અસર અંગે જાગૃતિ વધારવાનો છે. યૂનિસેફની કાર્યકારી ડિરેક્ટર હેનિરિટા ફોર અને આરપીએફે આ અંગે સંયુક્ત નિવેદન આપ્યું છે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ઈસ્ટર, રમજાન અને વૈશાખી પર્વના સમયે યૂનિસેફ અને આરપીએફે એક સાથે આવીને કોવિડ-19 પ્રત્યે બહુ-ધાર્મિક આસ્થાની એક નવી પહેલ શરૂ કરી છે. જેથી વિશ્વમાં બાળકો પર પડનારી આ વૈશ્વિક મહામારીની અસર અંગે જાગૃતિ વધારવામાં આવી શકે.
આ પહેલ તમામ સરકારો, સંયુક્ત રાષ્ટ્ર સંઘની સંસ્થાઓ, નાગરિક સમાજ સંગઠનોની સાથે સમગ્ર વિશ્વના સમુદાયોને પોતાની સાથે જોડવાનું આહ્વાન કરે છે.
નિવેદનમાં કહેવામાં આવ્યું કે, આ મહામારી જે પ્રકારે ઝડપી ફેલાઇ રહીં છે અને જે મોટા પ્રમાણમાં મોતના આંકડા વધી રહ્યા છે, તેને ધ્યાનમાં રાખીને અમે બાળકો, પરિવારો તથા ખાસ કરીને બાળકીઓ પ્રત્યે વધી રહેલા સંકટને લઇને ચિંતિત છીએ.
આમાં કહેવામાં આવ્યું છે કે, આ સમયે બાળકો પોતાના આરોગ્ય તથા સુરક્ષાના સક્ષમ આવનારી ઘણા પ્રકારની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.
આમાં વિદ્યાલયોનું બંધ થવાનું, તણાવ વધવો, હિંસાનો વધતો ભય તથા ભોજનની વધતી અસુરક્ષા સામેલ છે. સાથે જ, રસીકરણ સેવાઓમાં આવેલા અવરોધના કારણે અન્ય બિમારીઓમાં પણ વધારો થતો જોવા મળે છે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ સમયે પરિવારોની આવક બંધ થવાથી તેમના પર જોરદાર સંકટ આવ્યું છે. તેમની આર્થિક જરૂરિયાતો વધી છે અને તેમને આવશ્યક ચીજવસ્તુઓ માટે સહાયની જરૂર છે. આ પહેલનું સમન્વય ગ્લોબલ પાર્ટનરશિપ ઓન ફેથ એન્ડ પોઝીટિવ ચેન્ઝ ફોર ચિલ્ડ્રન, પરિવારો તથા સમુદાયો દ્વારા કરવામાં આવી રહ્યું છે.
આ સમુદાયોમાં આરપીએફની અંતર-ધાર્મિક પરિષદ પણ સામેલ છે. જેમાં વિવધ ધર્મના ધર્મગુરૂ સામેલ છે.