- ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસન તરફથી અમેરિકાના રક્ષા મંત્રાલયમાં મોટા ફેરફાર કરવામાં આવી રહ્યા છે
- ટ્રમ્પ પ્રશાસને પેંટાગનના સૌથી સીનિયર ઓફિસર્સને દૂર કર્યા
- અમેરિકાના રક્ષા મંત્રાલયમાં મોટા ફેરફાર
વૉશિંગ્ટનઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં હારનો સ્વીકાર કરવા તૈયાર નથી. આ વચ્ચે પહેલીવાર મીડિયામાં બળવાના સમાચારોને વેગ આપવામાં આવી રહ્યો છે. રક્ષા પ્રધાન માઇક પોમ્પિયોએ કહ્યું કે, સત્તાના હસ્તાંતરણ શાંતિપૂર્ણ રીતે થશે, પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ જ રાષ્ટ્રપતિ રહેશે. નવી સરકારની તૈયારીઓ ચાલી રહી છે.
ટ્રમ્પ પ્રશાસને કર્યા અનેક મોટા ફેરફાર
માઇક પોમ્પિયોના આ નિવેદન બાદ અમેરિકી મીડિયામાં અટકળો ચાલી રહી છે કે, ડોનાલ્ડ ટ્રમ્પ બળવો કરી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસન તરફથી અમેરિકાના રક્ષા મંત્રાલયમાં મોટા ફેરફાર કરવામાં આવી રહ્યા છે. પેંટાગનના અસૈન્ય નેતૃત્વમાં તેજીથી થઇ રહેલા ફેરફારથી લોકોની ચિંતામાં વધારો થયો છે. ટ્રમ્પ પ્રશાસને પેંટાગનના સૌથી સીનિયર ઓફિસર્સને દૂર કર્યા છે.
રક્ષા સચિવ માર્ક એસ્પરને પદથી દૂર કરાયા
આ પહેલા ટ્રમ્પ પ્રશાસને રક્ષા સચિવ માર્ક એસ્પરને પદથી દૂર કર્યા હતા. ટ્રમ્પે ટ્વીટ કરીને કહ્યું- 'માર્ક એસ્પરને દૂર કરવામાં આવ્યા છે.' તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, તેમની જગ્યાએ રાષ્ટ્રીય રક્ષા આતંકવાદ કેન્દ્રના નિર્દેશક ક્રિસ્ટોફર સી. મિલરને કાર્યવાહક રક્ષા સચિવ તરીકે લાવી રહ્યા છીએ.
ચૂંટણીના એક સપ્તાહ પહેલા જ એસ્પરે ભારતનો પ્રવાસ કર્યો હતો અને સચિવ માઇક પોમ્પિયોની સાથે રક્ષા પ્રધાન રાજનાથ સિંહ, વિદેશ પ્રધાન એસ. જયશંકરની સાથે 2 પ્લસ 2 મંત્રીસ્તરીય સંવાદમાં ભાગ લીધો હતો. સીનેટની વિદેશ સંબંધ સમિતિના ડેમોક્રેટ ક્રિસ મર્ફીએ ચેતાવણી આપતા કહ્યું કે, 'ટ્રમ્પ આ સંક્રમણ સમય દરમિયાન રાષ્ટ્રીય સુરક્ષાને લઇને એક ભયાનક રીતે અસ્થિર વાતાવરણ બનાવી રહ્યા છે.'