વોશિંગ્ટન: કોરોના રોગચાળાથી સૌથી વધુ અસરગ્રસ્ત દેશ અમેરિકાએ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન સાથેના તમામ સંબંધો સમાપ્ત કર્યા છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે, વિશ્વ આરોગ્ય સંગઠન ચીનના ઈશારા પર કામ કરી રહ્યું છે. તેના પર સંપૂર્ણ ચીનનું નિયંત્રણ છે.
ટ્રમ્પે વધુમાં જણાવ્યું હતું કે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન પરિવર્તનની પ્રક્રિયા શરૂ કરવામાં અસમર્થ રહ્યું છે, તેથી USAHO સાથેના તમામ સંબંધો સમાપ્ત કરી રહ્યા છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે જણાવ્યું હતું કે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનને ચીન દર વર્ષે 40 કરોડ ડોલર ચૂકવે છે. જે કારણે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન ચીનના ઈશારે ચાલે છે. અમેરિકા લગભગ 450 મિલિયન ડોલર આપે છે. તેમ છતા અમારી વાત સાંભળવામાં આવતા નથી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા જે સુધારાની અપેક્ષા હતી, તેનો અમલ થયો નથી. જે કારણે અમે WHO સાથેના અમારા સંબંધો સમાપ્ત કરી રહ્યા છીએ.
ઉલ્લેખનીય છે કે, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનું કોરોના રોગચાળા માટેનું ભંડોળ અટકાવ્યું હતું. આ સાથે ટ્રપ્મે આરોપ લગાવ્યો હતો કે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન ચીનની કઠપૂતળી છે, જેના કારણે વિશ્વમાં આરોગ્યનું સંકટ ઉભું થઈ શકે છે.