ETV Bharat / international

ચૂંટણી હાર્યા બાદ ટ્રમ્પે રક્ષા સચિવ એસ્પરને તેમના પદથી હાંકી કાઢ્યા - પૂર્વ અમેરિકા પ્રમુખ

ડોનાલ્ડ ટ્રમ્પે રક્ષા સચિવ માર્ક એસ્પરને તેમના પદથી બરખાસ્ત કરી દીધા છે. ટ્રમ્પે ટ્વિટમાં કહ્યું કે, માર્ક એસ્પરને બરખાસ્ત કરવામાં આવે છે. તેમની જગ્યાએ રાષ્ટ્રીય રક્ષા આતંકવાદ કેન્દ્રના નિર્દેશક ક્રિસ્ટોફર સી. મિલરને કાર્યકારી રક્ષા સચિવ તરીકે લાવવામાં આવશે.

ચૂંટણી હાર્યા બાદ ટ્રમ્પે રક્ષા સચિવ એસ્પરને તેમના પદથી હાંકી કાઢ્યા

author img

By

Published : Nov 10, 2020, 1:26 PM IST

  • ડોનાલ્ડ ટ્રમ્પે રક્ષા સચિવને કર્યા બરખાસ્ત
  • ટ્રમ્પ અને એસ્પર વચ્ચે ઘણા મતભેદ હતા
  • ટ્રમ્પે રાષ્ટ્રપતિની ચૂંટણી હાર્યા બાદ લીધું પગલું

ન્યૂ યોર્કઃ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની હારની ઘોષણા થયા બાદ પહેલી મોટી કાર્યવાહી કરી છે. ટ્રમ્પે રક્ષા સચિવ માર્ક એસ્પરને તેમના પદથી હટાવી દીધા છે. ટ્રમ્પે સોમવારે એક ટ્વિટમાં કહ્યું કે, માર્ક એસ્પરને બરખાસ્ત કરવામાં આવ્યા છે. જ્યારે એસ્પરની જગ્યાએ ક્રિસ્ટોફર સી. મિલરને કાર્યકારી રક્ષા સચિવ બનાવવામાં આવી રહ્યા છે. મિલર રાષ્ટ્રીય રક્ષા આતંકવાદ કેન્દ્રના નિર્દેશક છે. એસ્પરને દૂર કરવાની ઘટના જો બાઈડન રાષ્ટ્રપતિ પદના શપથ લેશે ત્યાં સુધી અરાજકતા ફેલાવશે. સિનેટની વિદેશ સંબંધ સમિતિના ડેમોક્રેટ ક્રિસ મર્ફીએ ચેતાવણી આપતા ટ્વિટ કર્યું, ટ્રમ્પ આ સંક્રમણ સમય દરમિયાન રાષ્ટ્રીય સુરક્ષાને લઈને એક અસ્થિર વાતાવરણ બનાવી રહ્યા છે.

પરિણામ જાહેર થયા બાદથી જ એસ્પર પદ છોડવાની તૈયારી કરતા હતા

ચૂંટણીના એક અઠવાડિયા પહેલા જ એસ્પરે ભારતનો પ્રવાસ કર્યો હતો અને સચિવ માઈક પોમ્પિયો સાથે રક્ષા પ્રધાન રાજનાથ સિંઘ, વિદેશ પ્રધાન એસ. જયશંકરની સાથે 2 પ્લસ 2 મંત્રીસ્તરીય સંવાદમાં ભાગ લીધો હતો. ગયા અઠવાડિયાની સમાચાર રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, પરિણામ જાહેર થયા બાદથી જ એસ્પર પોતે જ પદ છોડવાની તૈયારી કરી રહ્યા હતા, પરંતુ ટ્રમ્પે તેમને પહેલા જ બરખાસ્ત કરી દીધા. ટ્રમ્પ દ્વારા રક્ષા સચિવ બનાવ્યા પહેલા તેઓ સેનાના સચિવ હતા.

એસ્પર અને ટ્રમ્પ વચ્ચે ઘણા મતભેદ હતા

તેઓ જિમ મેટિસ બાદ ટ્રમ્પના બીજા રક્ષા સચિવ છે, જેમણે નોકરી પર એક વર્ષથી પણ ઓછા સમયમાં રાજીનામું આપી દીધું હતું. તેમણે અમેરિકી સેનાને સીરિયામાંથી હટાવવાની ટ્રમ્પની યોજનાના વિરોધમાં રાજીનામું આપ્યું હતું. આ ઉપરાંત પણ એસ્પર અને ટ્રમ્પ વચ્ચે ઘણા મતભેદ રહ્યા હતા. આમાંથી સૌથી મહત્ત્વનો હતો ટ્રમ્પ દ્વારા પ્રદર્શનકારીઓ સામે સશસ્ત્ર બળનો ઉપયોગ કરવાનો પ્રસ્તાવ, જે બંધારણીયરૂપથી પ્રતિબંધિત છે. પછી ટ્રમ્પે પાછળ હટવું પડ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.