ETV Bharat / international

ટ્રમ્પ અને બાઈડનની જંગ: બંને ઉમેદવારો જઈ શકે છે અમેરીકાની સર્વોચ્ચ અદાલતે

અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીની મતગણતરી શરુ છે. કાંટાની ટક્કર વચ્ચે રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટિક પાર્ટીના જો બાઈડેનમાંથી કોઈ પણ હાર સ્વીકારવા માટે તૈયાર નથી. બંન્ને ઉમેદવારો અમેરિકાની સર્વોચ્ચ અદાલતમાં પરિણામને પડકાર આપવાની તૈયારીમાં છે.

ટ્રમ્પ અને બાઈડેનની જંગ
ટ્રમ્પ અને બાઈડેનની જંગ
author img

By

Published : Nov 5, 2020, 9:11 AM IST

હૈદરાબાદ: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી-2020ના પરિણામની સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે. ત્યારે પરિણામ માટે હજુ વધુ સમય લાગી શકે છે. કાંટાની ટક્કર વચ્ચે રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બાઈડેનમાંથી કોઈ પણ હાર સ્વીકારવા માટે તૈયાર નથી. બંન્ને ઉમેદવારો આ ચૂંટણીને અમેરિકાની સર્વેચ્ચ અદાલતમાં પડકાર આપવાની તૈયારીમાં છે. અમેરિકામાં ચૂંટણી બાદ હિંસાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ટ્રમ્પ અને બાઈડેનનો દાવો

ટ્રમ્પે ટ્વિટ કરી કહ્યું કે, ડેમોક્રેટિક ચૂંટણીને ચોરી કરવાની કોશિશ કરી રહ્યા છે. આ માટે અમે સુપ્રીમ કોર્ટમાં જઈશું. મતદાન બંધ થયા બાદ મત ન આપી શકાય. ટ્રમ્પનો આરોપ છે કે, ડેમોક્રેટિકના પક્ષમાં મતપત્રોના નિયમોમાં ઢીલ આપવામાં આવી છે. શરુઆતથી સહયોગી સાથે વાતચીત કરતા ટ્રમ્પે કહ્યું કે,પેન્સિલવેનિયામાં ગણતરી અદાલતમાં ખુબ સારી રીતે થઈ શકે છે. વર્ષ 2000ની ઘટનાનો ઉલ્લેખ કરતા ટ્રમ્પે કહ્યું કે, અમેરિકી સુપ્રીમકોર્ટે ફ્લોરિડામાં મતોની પુન: ગણતરી પર પ્રતિબંધ મુક્યો હતો અને ડેમોક્રેટિક અલ ગોર વિરુદ્ધ રિુપબ્લિકન ઉમેદવાર જૉર્જ ડબ્લ્યૂ બુશના પક્ષમાં નિર્ણય સંભળાવ્યો હતો. તો સમર્થકોની વચ્ચે ભાષણ આપતા જો બાઈડેનને કહ્યું કે, અમને લાગી રહ્યું છે કે, આપણે જીતી રહ્યા છીએ. વિસ્કૉન્સિન અને મિશિગનને લઈ ખુશ છે. ચૂંટણી ત્યાં સુધી પૂર્ણ નહી થાય જ્યાં સુધી બધા જ બેલેટ પેપરની ગણતરી ન કરવામાં આવે.

બાઈડેન 238 ઈલેક્ટોરલ મત જીતી ચૂક્યા

અમેરિકી રાષ્ટ્રપતિ બનવા માટે સૌથી પહેલા વધુ મત મેળવવા જરુરી છે. બંન્ને ઉમેદવારો ઈલેક્ટોરલ કોલેજમાં બહુમતનો આંકડો એટલે કે, 270ને પાર કરવાને લક્ષ્ય લઈ ચાલી રહ્યા છે. અત્યારસુધીમાં બાઈડેન 238 ઈલેક્ટોરલ મત જીતી ચૂક્યા છે. ટ્રમ્પ 213 ઈલેક્ટોરલ મત જીતી ચૂક્યા છે. આવું પ્રથમ વખત થયું ચૂંટણીના મુકાબલામાં લાખો લોકોએ પોસ્ટ દ્વારા મતદાન કર્યું છે. પોસ્ટથી આવેલા મતની ગણતરી કરવામાં વઘુ સમય લાગે છે અને કેટલાક વિસ્તારોમાં તો મતદાન શરુ થયા બાદ પોસ્ટથી આવેલા મતદાનની ગણતરી થશે.

પેન્સેલવેનિયા, જૉર્જિયા, મિશિગન અને ઉત્તર કૈરોલિના પર નજર

આ વખતે મોટી વાત તો એ છે કે,ટ્રમ્પ 38 ઈલેક્ટર્સ વાળા ટેક્સાસ અને 29 ઈલેક્ટર્સ વાળા સૌથી મોટા સ્વિંગ સ્ટેટ ફ્લોરિડામાં જીત જાળવી રાખવામાં સફળ રહ્યા છે. અમેરિકાની ચૂંટણીમાં કહેવામાં આવે છે કે, ફ્લોરિડામાં જે જીત મેળવે છે. તે જ વ્હાઈટ હાઉસ પહોંચી શકશે. અમેરિકામાં 100 વર્ષનો ઈતિહાસ એ જ કહી રહ્યા છે કે, એક તરફ કહેવામાં આવે તો ફ્લોરિડા અમેરિકામાં ભારતનો ઉત્તર પ્રદેશનો દરજ્જો ધરાવે છે. આ સાથે 20 ઈલેક્ટર્સ વાળા પેન્સિલવેનિયા, 16 ઈલેક્ટર્સ વાળા મિશિગન અને 15 ઈલેક્ટર્સ વાળા ઉત્તર કૈરોલિનામાં ટ્રમ્પ હાલમાં જો બાઈડેનથી આગળ છે. જો ટ્રમ્પ આમાં જીત મળેવી લે છે. તો ફરી તે રાષ્ટ્રપતિની 2020 ચૂંટણી જીતી જશે.

સમજો અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણી

દુનિયાની સૌથી મોટી અર્થવયવસ્થા વાળા દેશ અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી પરોક્ષ રીતે યોજાય છે. આનો મતલબ એ કે કેટલાક વિસ્તારોમાં મતદારોનું મહત્વ અન્ય મતદારો કરતા સૌથી વઘુ છે. અમેરિકામાં વસ્તીના હિસાબે મત નિર્ધારિત હોય છે. જે ઉમેદવાર જે વિસ્તારમાં વધુ પૉપ્યુલર મત મેળવે છે. તે જ બધા ઈલેક્ટોરલ મત લઈ જાય છે.

આ પણ વાંચો :

LIVE: અમેરિકા ચૂંટણી પરિણામો- કાંટાની ટક્કરમાં બાઈડેન ટ્રમ્પથી આગળ

LIVE: અમેરિકા ચૂંટણી :બહુમતીની નજીક પહોંચ્યા બાઇડેન, બાઇડેનને મળ્યા 264 વોટ, 4 રાજ્યોમાં ટ્રમ્પ આગળ

US Presidential Election 2020: અમેરિકામાં ચૂંટણી પાછળ ‘270’ છે જાદુઈ નંબર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.