- મૂળ ગુજરાતી પરિવારની પુત્રી છે સિયા પરિખ
- ફ્રાન્સ ગ્લોબલ શોર્ટ ફિલ્મ એવોર્ડ ગાલામાં લેશે ભાગ
- ફેશન ડિઝાઈનર એન્ડ્રેસ એક્વિનો માટે મોડલિંગ કરશે
ન્યૂઝ ડેસ્ક : મહાત્વાકાંક્ષી નૃત્યાંગના, અભિનેત્રી તેમજ મોડલ સિયા પરિખ આજે એટલે કે 12 જુલાઈના રોજ કાન્સ ખાતે યોજાનારા ફ્રાન્સ ગ્લોબલ શોર્ટ ફિલ્મ એવોર્ડ ગાલામાં ફેશન ડિઝાઈનર એન્ડ્રેસ એક્વિનો માટે મોડલ તરીકે જોવા મળશે.
માતા-પિતાના અવિરત સહકારથી સફળતાના શિખરો સર કર્યા
સિયાના પિતા અમેરિકામાં આઈ.ટી પ્રોફેશનલ છે. જ્યારે તેની માતા ફોટોગ્રાફર અને સામાજિક કાર્યકર છે. તેના માતા-પિતા મૂળ વડોદરાના છે. જે વર્ષો પહેલા અમેરિકા જઈને સ્થાયી થયા હતા. બાળપણમાં પોતાની ઉંચાઈના કારણે અન્ય વિદ્યાર્થીઓ દ્વારા તેની મજાક ઉડાવવામાં આવતી હતી. જોકે, માતા-પિતા તરફથી મળેલા અવિરત સહકારના પગલે તેણીએ અભિનય તેમજ નૃત્ય ક્ષેત્રે ઉંચાઈઓ હાંસલ કરી છે.
ભારત અને એમેરિકાની વિવિધ સ્પર્ધાઓમાં લીધો છે ભાગ
સિયા હાલમાં અમેરિકાની એક હાઈસ્કૂલમાં અભ્યાસ કરે છે. તે પોતાની સ્કૂલમાં ફેશન ક્લબની વાઈસ પ્રેસિડન્ટ છે. તે વિવિધ સાંસ્કૃતિક, શૈક્ષણિક, સામાજિક અને સેવાભાવી કામગીરીમાં પણ સક્રિય છે. આ સિવાય તે ફેશન, અભિનય અને નૃત્યમાં સારી રૂચિ ધરાવે છે. તેણીએ ભારત અને અમેરિકામાં અનેક સ્પર્ધાઓ અને વર્કશોપ્સમાં ભાગ પણ લીધો છે.