- તમિલનાડુમાં કમવા હેરિસની જીત માટે વિષેશ પૂજા
- કમલા હેરિસની માતા શ્યામલા ગોપલાન ભારતીના રેહવાસી
- ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર કમલા હેરિસ
નવી દિલ્હી : ડેમોક્રેટિક પાર્ટી ઓફ અમેરિકાથી ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર કમલા હેરિસનો સબંધ તમિલનાડુ સાથે છે. તેમની માતા શ્યામલા ગોપલાન રાજ્યના તિરુવરુરના થુલાસેન્દ્રપુરમ ગામની હતી. જોકે, શ્યામલાએ પોતે ગામમાં બહુ ઓછો સમય પસાર કર્યો હતો, પરંતુ હવે ગામલોકો કમલા હેરિસના વિજયને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. તેમના વિજય માટે ગામના લોકોએ વિશેષ પૂજનનું આયોજન કર્યું હતું.
ભગવાન શિવનો અભિષેક
ગામમાં ભગવાન શિવના એક રૂપ એટલે અયનાર દેવતાનું મંદિર છે. મંગળવારે આ ગામમાં લોકોએ મંદિરની પાસે એક વિશેષ પૂજા કરી હતી. આ ગામમાં કેટલાક સ્થળો પર કમલા હેરિસને શુભેચ્છા પાઠવાતા પોસ્ટર લગવામાં આવ્યા હતા. ગામમાં વી.સેન્થિલકુમારને જણાવ્યું કે, આ મદિર કમલાના પરિવારના પેતૃક મંદિર છે, તેથી જ ગામજનોએ હેરિસના વિજય માટે વિશેષ પૂજા કરવાનો નિર્ણય કર્યો હતો.
કેલિફોર્નિયાની અર્ટાની જનરલ રહી ચૂક્યા છે કમલા
મળતી માહિતી મુજબ, કમલા કેલિફોર્નિયાની એર્ટાની જનરલ પણ રહી ચૂક્યા છે. ડેમોકેર્ટિક પાર્ટીથી રાષ્ટ્રપતિ ચૂંટણી લડી રહેલા બાઇડેને તેમણે બહાદુર યોદ્ધા કહ્યું હતું.
કમલાની માતા કેન્સરની વૈજ્ઞાનિક હતા
કમલા હેરિસની માતા શ્યામલા કેન્સરના ક્ષેત્રમાં વૈજ્ઞાનિક હતા. ફાધર ડોનાલ્ડ હેરિસ જમૈકન હતા. કમલાનો જન્મ અમેરિકામાં થયો હતો. જોકે બાદમાં માતા-પિતાએ છૂટાછેડા લીધા હતા. ભારતીય સંસ્કારો હંમેશાં કુટુંબ પર પ્રભુત્વ ધરાવે છે. કમલામાં પણ આ સંસ્કાર આવ્યા હતા. કમલાને સામાન્ય રીતે પોતાને ભારતીય મૂળ હોવાનો ગર્વ છે. તેણે ક્યારેય તેને છુપાવવાનો પ્રયાસ કર્યો નહીં.