- QUAD નેતાઓ ચીન સામે એકજૂથ થયા
- તમામ નેતાઓ QUAD સંમેલનમાં વર્ચ્યૂઅલી જોડાયા
- જો બાઈડને પણ ચીનને આપી ચેતવણી
વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું હતું કે, 4 દેશના સભ્યતાવાળા QUAD સમૂહના નેતાઓના પહેલા ડિજિટલી શિખર સંમેલનમાં બધુ યોગ્ય રહ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન અને જાપાનના વડાપ્રધાન યોશિહિદે સુગાએ શુક્રવારે થયેલા QUAD સંમેલનમાં ભાગ લીધો હતો.
આ પણ વાંચોઃ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને 19 ખરબ અમેરિકી ડોલરના રાહત પેકેજને આપી મંજૂરી
અમે બધા દબાણથી મુક્ત છીએઃ જો બાઈડન
જો બાઈડને QUAD સંમેલનમાં કહ્યું હતું કે, એક મુક્ત અને ખૂલ્લું હિન્દ પ્રશાંત ક્ષેત્ર આવશ્યક છે. તેમણે કહ્યું હતું કે, અમેરિકા સ્થિરતાની સ્થિતિ રાખનારા ક્ષેત્રમાં પોતાના સહયોગી અને ભાગીદારોની સાથે મળીને કામ કરવા માટે પ્રતિબદ્ધ છે. હિન્દ પ્રશાંત ક્ષેત્રમાં સહયોગ માટે QUAD મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. બાઈડને પરોક્ષ રીતે ચીનની તરફ ઈશારો કરતા કહ્યું હતું કે, અમારો વિસ્તાર આંતરરાષ્ટ્રીય કાયદા દ્વારા સંચાલિત છે. અમે બધા સાર્વભૌમિક મૂલ્યો માટે પ્રતિબદ્ધ છીએ અને દબાણથી મુક્ત છીએ. ચીન સંપૂર્ણ દક્ષિણ ચીન સાગર પર પોતાનો કબજો હોવાનો દાવો કરે છે, પરંતુ વિયેતનામ, મલેશિયા, ફિલિપાઈન્સ, બ્રુનેઈ અને તાઈવાન પણ તેના પર કબજાની વાત કરે છે. પૂર્વી ચીન સાગરમાં દાવા અંગે ચીન અને જાપાન વચ્ચે વિવાદ છે.
આ પણ વાંચોઃ અમેરિકા નવા એજન્ડાના માર્ગ પર
ભારતમાં વેક્સિન ઉત્પાદનમાં વધારો કરવાનો સંકલ્પ લઈએ છીએઃ QUAD નેતાઓ
QUAD નેતાઓએ કહ્યું હતું કે, ભારતમાં સુરક્ષિત, સુગમ અને પ્રભાવશાળી વેક્સિનના ઉત્પાદનને વધારવા માટે મળીને કામ કરવાનો સંકલ્પ લઈએ છીએ. દરેક તબક્કામાં બધા ભેગા મળીને કામ કરીશું. વર્ષ 2022 સુધી હિન્દ પ્રશાંત ક્ષેત્રમાં વેક્સિનેશન થઈ જશે.