- ટ્રમ્પ અને બિડેન વચ્ચે અંતિમ ચર્ચા સમાપ્ત
- મહત્વના મુદ્દાઓ પર થઇ ચર્ચા
- ટ્રમ્પ ચૂંટણી માટે અયોગ્ય - બિડેન
વોશિંગ્ટન: રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટિક પાર્ટીના જો.બિડેન વચ્ચે અંતિમ ચર્ચા ટેનેસીની નેશવિલેની બેલ્મોન્ટ યુનિવર્સિટીમાં થઈ હતી. અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણી પર આખી દુનિયાની નજર છે. ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે. તે પહેલા યુએસ પ્રેસિડેન્શિયલ ડિબેટનો છેલ્લો રાઉન્ડ થયો હતો .રાષ્ટ્રપતિ તથા રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ તથા ડેમોક્રેટિક હરિફ જો બાઈડેન છેલ્લા રાઉન્ડમાં આમને સામને થયા હતા.
જળવાયુ પરિવર્તન
ક્લાઇમેટમાં પરિવર્તનના મુદ્દે, બંને ઉમેદવારોને પૂછવામાં આવ્યું કે તેઓએ શું કર્યું છે. આવી સ્થિતિમાં ડોનાલ્ડ ટ્રમ્પે ચીન, રશિયા અને ભારતના નામ લીધા અને કહ્યું કે તમે જોઈ શકો છો કે અહીં હવા કેટલી પ્રદૂષિત છે.
વંશીય વિભાજન
ટ્રમ્પ અને બિડેનને પૂછવામાં આવ્યું કે, બ્લેક લોકો અમેરિકામાં કેવું અનુભવ કરી રહ્યા છે. તેમને પૂછવામાં આવ્યું હતું કે, તેમણે આપરાધિક ન્યાય વિશે શું કર્યું છે. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને તેમની ભાષા અને ટ્વિટ અંગે સવાલ કરવામાં આવ્યા હતા.
અફોર્ડેબલ કેયર એક્ટ
ઉમેદવારોને અફોર્ડેબલ કેયર એક્ટ રદ્દ કરવાના સુપ્રીમ કોર્ટના નિર્ણય વિશે પૂછવામાં આવ્યું હતું. જેના પર બિડેને ટ્રમ્પને કડક શબ્દોમાં કહ્યું કે, ટ્રમ્પે મેડિકેયર સિસ્ટમથી સંબંધિત કંઇ કર્યું નથી. બિડેને કહ્યું કે ટ્રમ્પ તબીબી પ્રણાલીનો ખત્મ કરી દેશે.
ટ્રમ્પે ચીનને પ્રાધાન્ય આપ્યું - બિડેન
બિડેને ટ્રમ્પની ટીકા કરતા કહ્યું કે, તેમણે યુ.એસ. કરતા ચાઇનામાં 50 ગણો ટેક્સ ભર્યો છે.બાઇડેને ટ્રમ્પને આ દરમિયાન તેમની કરની વિગતો જાહેર કરવા જણાવ્યું હતું.ત્યારબાદ ટ્રમ્પે બિડેનના પુત્રના યુક્રેન વ્યવસાયને લઇ તેમના પર નિશાન સાધ્યું હતું.
ટ્રમ્પ પાસે કોઈ યોજના નથી-બિડેન
જો બિડેને ટ્રમ્પને તે નિવેદન ઉપર પણ ઘેર્યા જેમાં તેમણે કહ્યું હતું કે ઈસ્ટર પહેલા જ કોરોના સમાપ્ત થઈ જશે પરંતુ હજુ સુધી સરકાર પાસે કોઈ નક્કર યોજના નથી કે કોવિડ-19 રસી આગામી વર્ષની મધ્ય પહેલા પણ આવે. જેના પર ટ્રમ્પે કહ્યું કે આપણે તેના ડરના કારણે પોતાની જાતને બેઝમેન્ટમાં કેદ કરી શકીએ નહીં.
રસી પર નિવેદન
ડિબેટમાં ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કોરોના વાયરસની રસી પર આપવામાં આવેલા જવાબથી બધા ચોંકી ગયા. વાત જાણે એમ હતી કે મોડરેટરે પૂછ્યું કે શું ટ્રમ્પ ગેરંટી આપે છે કે જલદી રસી આવી જશે કે કોઈ સ્પષ્ટ ટાઈમલાઈન જણાવી શકે છે? જેના પર ટ્રમ્પે કહ્યું કે તેઓ કોઈ ગેરંટી ન આપી શકે કે વેક્સિન ક્યારે આવશે પરંતુ તેમને આશા છે કે વેક્સિન આગામી સમયમાં ઉપલબ્ધ થઈ જશે.
ટ્રમ્પ ચૂંટણી માટે અયોગ્ય - બિડેન
જો.બિડેને ટ્રમ્પ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, અમેરિકામાં કોરોનાને કારણે 2,20,000 લોકોના મોત થયા પછી ટ્રમ્પને ચૂંટણી માટે ગેરલાયક ઠેરવવો જોઇએ.