ETV Bharat / international

અમેરિકાનાં સંસદ ભવન પર બેરીકેડમાં કાર અથડાતા પોલીસ અધિકારીનું મોત, 2 ઇજાગ્રસ્ત

અમેરિકામાં સંસદ ભવનમાં સંસદસભ્યો રાષ્ટ્રપતિ બાઇડેનની જીતના સંદર્ભમાં મતદાન કરી રહ્યા હતા. ત્યારે, સંસદ ભવનની બહાર એક કાર બેરિકેડ સાથે અથડાતા 1 પોલીસ જવાનનું મોત થયું હતું. જ્યારે, 2 પોલીસ અધિકારીઓ ઇજાગ્રસ્ત થયા હતા.

અમેરિકાનાં સંસદ ભવન પર બેરીકેડમાં કાર અથડાતા પોલીસ અધિકારીનું મોત, 2 ઇજાગ્રસ્ત
અમેરિકાનાં સંસદ ભવન પર બેરીકેડમાં કાર અથડાતા પોલીસ અધિકારીનું મોત, 2 ઇજાગ્રસ્ત
author img

By

Published : Apr 3, 2021, 9:20 AM IST

  • પોલીસે ચલાવેલી ગોળીથી કાર ચાલક પણ ઇજાગ્રસ્ત થયો હતો
  • બેરિકેડ સાથે અથડાયા બાદ કાર ચાલકનું હોસ્પિટલમાં મોત થયું
  • ટમેને મરનાર અધિકારી અને કાર ચાલકની ઓળખ જાહેર કરી નથી

વૉશિંગ્ટન: શુક્રવારે બપોરે US સંસદ ભવનની બહાર એક કાર બેરિકેડ સાથે અથડાતા 1 પોલીસ જવાનનું મોત થયું હતું. જ્યારે, 2 પોલીસ અધિકારીઓ ઇજાગ્રસ્ત થયા હતા. અધિકારીઓએ આ માહિતી આપી હતી કે, પોલીસે ચલાવેલી ગોળીથી કાર ચાલક પણ ઇજાગ્રસ્ત થયો હતો. બાદમાં, શંકાસ્પદ કાર ચાલકનું પણ હોસ્પિટલમાં મોત થયું હતું.

આ પણ વાંચો: અમેરિકામાં હંગામો, ટ્વિટર, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામે ટ્રમ્પનું એકાઉન્ટ બ્લોક કર્યું

કાર ચાલકનું હોસ્પિટલમાં મોત

સંસદ ભવન પોલીસના કાર્યકારી વડા વાય પીટમેને પત્રકારોને જણાવ્યું હતું કે, ઇજાગ્રસ્ત અધિકારીઓમાંથી 1ની હાલત ગંભીર હતી. જેનું બાદમાં હોસ્પિટલમાં નિધન થયું હતું. તેમણે કહ્યું કે, આ ઘટનામાં કાર ચાલકનું પણ હોસ્પિટલમાં મોત થયું હતું. જોકે, પિટમેને મરનાર અધિકારી અને કાર ચાલકની ઓળખ જાહેર કરી નથી.

આતંકવાદી હુમલો હોવાનું નકાર્યું

આ દરમિયાન, અધિકારીઓએ આ ઘટનાને આતંકવાદી હુમલા સાથે સંબંધિત હોવાનું નકારી કાઢ્યું છે. તે જ સમયે, તેમણે શુક્રવારની ઘટના અને 6 જાન્યુઆરીએ થયેલા તોફાનો વચ્ચે કોઈ સબંધ પણ નકારી દીધા છે. કારની ટક્કર અને ફાયરિંગની ઘટના સંસદ ભવન નજીક સર્ચ પોસ્ટ પર બની હતી. US સંસદનાં સભ્યો જ્યારે પ્રમુખ બાઇડેનની જીતના માટે મતદાન કરી રહ્યા હતા. ત્યારે, આ ઘટનાએ 6 જાન્યુઆરીએ US સંસદ ભવનમાં પ્રવેશ કરનાર ટોળા દ્વારા થયેલી હોબાળાની યાદોને પાછી લાવી હતી.

આ પણ વાંચો: ચૂંટણીમાં હાર છતાં ટ્રમ્પવાદ ચાલતો રહેવાનો: અમેરિકામાં રાજકીય અશાંતિ અટકશે નહિ

6 જાન્યુઆરીએ 5 લોકોનાં મોત થયાં હતાં

સંસદ ભવનમાં 6 જાન્યુઆરીની હિંસા દરમિયાન સંસદ ભવન પોલીસ અધિકારી બ્રાયન સિક્નિક સહિત 5 લોકોનાં મોત થયાં હતાં. અધિકારીઓએ કહ્યું કે, એવું લાગી રહ્યું છે કે કારના ચાલક પાસે છરી હતી. ત્યારબાદ, પોલીસે ગોળીબાર કર્યો હતો. શુક્રવારની ઘટના બાદ અમેરિકન સંસદ ભવન સંકુલ બંધ કરવામાં આવ્યું હતું અને કર્મચારીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

પ્રદર્શનકારિયોને દુર કરવા માટે ટીયર ગેસ અને પફ્યૂશન ગ્રેનેડનો ઉપયોગ કરાયો હતો

પોલીસે પહેલા અમેરિકી કેપિટલમાં ટ્રમ્પ સમર્થકો પ્રદર્શનકારિયોને દુર કરવા માટે ટીયર ગેસ અને પફ્યૂશન ગ્રેનેડનો ઉપયોગ કર્યો હતો. હાલમાં પ્રદર્શનકારીઓ શાંત હતા અને પોલીસે અમેરિકી કેપિટોલને સુરક્ષિત જાહેર કર્યું હતું. પોલીસે જણાવ્યું કે, કેપિટલની અંદર એક મહિલાનું ગોળી વાગવાથી મોત થયું હતું. 13 લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને 5 હથિયારો ઝપ્ત કરવામાં આવ્યા હતાં.

ટ્રમ્પના સમર્થનમાં હજારો લોકો એકઠા થયા

આપને જણાવી દઈએ કે, અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં જો બાઈડને જીત મળી છે. પરંતુ, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમની હાર સ્વીકારવા માટે તૈયાર નહોતા. રાષ્ટ્રપતિ ચૂંટણીમાં વોશિંગ્ટનમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ટ્રમ્પના સમર્થનમાં હજારો લોકો એકઠા થયા હતા. ત્યારબાદ કેપિટલની બહાર પોલીસ અને ટ્રમ્પ સમર્થકો વચ્ચે ધર્ષણ થઈ હતી. પ્રદર્શનકારિયોએ કેપિટલની સીડીઓ નીચે પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.