વૉશિંગ્ટનઃ સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એંતોનિયો ગુતારેસે કહ્યું કે, કોવિડ 19ના ટીકા (રસી) જ એકમાત્ર એવી વસ્તુ બની શકે છે, જે દુનિયામાં સામાન્ય સ્થિતિને પરત લાવી શકે છે.તેની સાથે જ તેમણે આ વર્ષના અંત સુધીમાં રસી વિકસિત થઇ જવાની આશા વ્યક્ત કરી છે.
તેમણે આફ્રિકી દેશોની સાતે એક વીડિયો કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે, એક સુરક્ષિત અને પ્રભાવી રસી એકમાત્ર ઉપકરણ છે જે દુનિયાને સામાન્ય સ્થિતિમાં પરત લાવી શકે છે, લાખો લોકાના જીવ બચી શકશે અને ખરબો ડૉલરને બચાવી શકાશે.
તેમણે તેના ત્વરિત વિકાસ અને બધા સુધી પહોંચાડવાનું સુનિશ્ચિત કરતા કહ્યું કે, આ વૈશ્વિક લાગ હશે અને તેનાથી આ મહામારીને નિયંત્રિત કરી શકાશે.
તેમણે કહ્યું કે, આપણે એ સુનિશ્ચિત કરવા માટે એક મહત્વકાંક્ષી પ્રયાસ કરવાની જરુરિયાત છે કે, 2020ના અંત સુધીમાં આ રીતની રસી વિશ્વભરમાં પહોંચાડવા માટે આંતરરાષ્ટ્રીય હિતધારક અને એકીકૃત થઇને પ્રભાવી દ્રષ્ટિકોણથી કામ કરી શકીએ.
તેમણે વધુમાં કહ્યું કે, વિશ્વ સ્વાસ્થય સંગઠનના માધ્યમથી સંયુક્ત રાષ્ટ્ર 47 આફ્રિકી દેશોને કોવિડ 19ની તપાસ સુવિધા પ્રદાન કરવામાં સક્ષમ રહ્યું છે.
સંયુક્ત રાષ્ટ્ર પ્રમુખે મહામારીના પરિણામોને ઓછા કરવા માટે કેટલાય આફ્રિકી સરકાસોને પ્રયાસોની પણ પ્રશંસા કરી હતી.