સ્કોટલેન્ડ યાર્ડે કહ્યું કે,અમે લંડન બ્રિજ પર થયેલા હુમલાની તપાસ શરૂ કરી દીધી છે. તેમણે જણાવ્યું કે, એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. તો કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા છે.
સ્કોટલેન્ડ યાર્ડે પોતાના નિવેદનમાં કહ્યું કે, અમે લંડન બ્રિજ પર થયેલી ઘટનાની તપાસ હવે શરૂ કરી છે. નોંધનીય છે કે, આ ઘટનાને આંતકવાદી સંગઠન ISIS સાથે જોડીને પણ જોવામાં આવી રહી છે. લંડન બ્રિજ એ વિસ્તારોમાંથી એક છે. જ્યાં જૂન 2017માં આઇએસઆઇએસના આંતકી હુમલામાં 11 લોકોના મોત થઇ ગયા હતા.
લંડન પોલીસે લોકોને તે વિસ્તારથી દુર રહેવાની સૂચના આપી છે. લંડન બ્રિજ તે વિસ્તારમાંથી જ કે, જે જૂન 2017માં ISISના હુમલામાં 11 લોકોના મોત થયા હતા.