વૉશિંગ્ટનઃ જૉર્જ ફ્લૉયડની પોલીસ કસ્ટડીમાં મોતના વિરોધમાં અમેરિકી રાજધાનીમાં પ્રદર્શન જોવા મળ્યા હતા. હજારો લોકો માર્ચ કર્યા બાદ વ્હાઇટ હાઉસ પાસે લાફયેત પાર્કમાં એકઠા થયા હતા. પ્રદર્શનકારીઓએ માર્ચ દરમિયાન 'કોઇ ન્યાય નહીં, કોઇ શાંતિ નહીં' અને 'મેં સાંસ નહીં લે સકતા'ના નારા લાગ્યા હતા.
આ માર્ચ મિન્મેનિયા પોલીસ અધિકારી ડેરેક ચાઉવિનની સામે જૉર્જ ફ્લૉયડ પર થર્ડ ડિગ્રી મર્ડર અને મેનસ્લૉટરના આરોપ લગાવવાના અમુક કલાકો બાદ નીકાળવામાં આવ્યો હતો.
સોમવારે જાહેર એક વીડિયો ચાઉવિનને પોતાના ગોઠણથી ફ્લૉયડની ગરદનને દબાવતા જોવા મળ્યો હતો, જેના હાથ હથકડીથી બાંધેલા હતા.
અધિકારીઓએ ફરિયાદ દાખલ કરી કે, આઠ મિનિટ અને 46 સેકેન્ડ માટે ફ્લૉયડની ગરદન પર ચાઉવિને પોતાના ઘુંટણ રાખ્યા હતા.