વોશિંગ્ટનઃ અમેરિકાના વિદેશ પ્રધાન માઈક પોમ્પિઓએ કહ્યું કે, ટ્રમ્પ પ્રશાસન પાસે સંપૂર્ણ માહિતી છે, જેના આધારે વિશ્વાસ આવે છે કે આ જીવલેણ કોરોના વાઇરસ ચીનના વુહાનની પ્રયોગશાળામાંથી પેદા થયો છે.
પોમ્પિઓએ એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે, અમે આ સંબંધમાં ગુપ્ત માહિતી એકત્ર કરી છે. હું તેના અંગે જણાવી શકતો નથી, પરંતુ અમારી પાસે વિશ્વાસ કરવા જેટલી જાણકારી છે.
પ્રધાને કહ્યું કે, તેમણે આ અંગે પૂરાવા જોયા છે કે, આ વાઇરસ વુહાનની લેબમાંથી નીકળ્યો છે. તેમણે કહ્યું કે, મેં આ વાતનો સ્વીકાર કરનારા પૂરાવા પણ જોયા છે. આપણે આ મુદ્દે ઊંડાણમાં જવું જોઈએ.
આ વાઇરસે અમેરિકામાં 70,000થી વધુ લોકોનો જીવ લીધો છે અને 12 લાખથી વધુ લોકો સંક્રમિત થયા છે. પોમ્પિઓએ કહ્યું કે, અહીંયા જે થયું છે, તે ક્યાંય પણ ન થવું જોઈએ. અમને ખ્યાલ છે કે, આ વાઇરસ ચીનના વુહાનમાંથી નીકળ્યો છે. અમને ખ્યાલ છે કે, આ અંગે ચીન ડિસેમ્બર સુધીમાં માહિતગાર થઇ ગયું હતું, પરંતુ તાત્કાલિક કાર્યવાહી ન કરી અને ચીનના કહેવા પર વિશ્વ આરોગ્ય સંગઠને યોગ્ય સમયે તેને વૈશ્વિક મહામારી જાહેર કરી દીધી.