વોશિંગ્ટન: જૉ બાઇડેને રાષ્ટ્રપતિ પદ માટે ડેમોક્રેટિક પાર્ટીના નામાંકનને સત્તાવાર રીતે સ્વીકાર્યું અને અમેરિકામાં લાંબા સમયથી ચાલતા અંધકારને દૂર કરવા મતદારોને સાથે આવવા અપીલ કરી છે. અમેરિકામાં નવેમ્બરમાં રાષ્ટ્રપતિની ચૂંટણીઓ યોજાવાની છે.
યુએસના ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિની રજૂઆત કરતો એક વીડિઓ શેર કરવામાં આવ્યો હતો, જેમાં તેમના જીવન, તેની કારકિર્દી, તેના પિતા, પતિ અને રાજકારણી તરીકેના તેમના વ્યક્તિત્વની રૂપરેખા દર્શાવવામાં આવી હતી.
ડેલાવેરમાં ગુરુવારે રાત્રે નામાંકન સ્વીકારતાં બાઇડેને કહ્યું હતું કે, " આપણે એક સાથે મળીને અમેરિકામાં છવાયેલા અંધકારમાંથી બહાર નીકળશું અને આપણે કરીશું."
બાઇડને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર નિશાન સાધતા કહ્યું હતું કે, "વર્તમાન રાષ્ટ્રપતિએ અમેરિકન લોકોને ખૂબ લાંબા સમય સુધી અંધારામાં રાખ્યા છે."
તેમણે વધુમાં કહ્યું કે, 'ખૂબ ગુસ્સો, ખૂબ ડર, વિભાજન. અહીં આજે હું તમને વચન આપું છું, જો તમે મને રાષ્ટ્રપતિ બનાવશો તો હું ખરાબ નહીં, પણ આપણા માટે શ્રેષ્ઠ કરીશ. હું અંધકાર નહીં પણ પ્રકાશ લાવીશ. હવે સમય આવી ગયો છે કે આપણે બધા સાથે મળીએ.'