- અમેરિકા કોરોનાના કારણે ગુસ્સામાં જોવા મળ્યું
- જો બાઈડને (Joe Biden ) ગુપ્તચર એજન્સીઓને આપ્યા નિર્દેશ
- વાઈરસની ઉત્પત્તિ ક્યાંથી થઈ તેની તપાસ કરવા નિર્દેશ
અમેરિકા: રાષ્ટ્રપતિ જો બાઈડને (Joe Biden ) બુધવારે ગુપ્તચર એજન્સીઓને કોરોના મહામારીના જન્મસ્થળની તપાસ કરવા માટે બેવડા પ્રયાસ કરવા કહ્યું હતું. બાઈડને (Biden) ગુપ્તચર એજન્સીઓને કહ્યું હતું કે, 90 દિવસની અંદર આ વાઈરસ ક્યાંથી આવ્યો તેની તપાસ કરી તેનો રિપોર્ટ આપે.
આ પણ વાંચો- બાઇડને બેલારુસિયન પત્રકારની ધરપકડની નિંદા કરી હતી
ચીનને આંતરરાષ્ટ્રીય તપાસમાં સહયોગ આપવા બાઈડનની અપીલ
આ સાથે જ જો બાઈડને કહ્યું હતું કે, આ નિષ્કર્ષ કાઢવા માટે અપર્યાપ્ત પુરાવા છે કે, શું આ કોઈ સંક્રમિત પ્રાણીના માનવીય સંપર્કથી થયો છે કે આ લેબ દુર્ઘટનાએ આ મહામારીને જન્મ આપ્યો છે. બાઈડને અમેરિકી રાષ્ટ્રીય પ્રયોગશાળાઓને તપાસકર્તાઓની મદદ કરવાનો નિર્દેશ આપ્યા છે અને ચીનને આંતરરાષ્ટ્રીય તપાસમાં સહયોગ આપવા અપીલ કરી હતી.
આ પણ વાંચો- પેલેસ્ટાઇનો માટે 360 મિલિયન ડોલરની સહાયતા કરશે અમેરિકા
વિશ્વમાં અત્યાર સુધી 35 લાખથી વધુ લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો
વિશ્વ આરોગ્ય સંસ્થા આ સિદ્ધાંતનું બીજી વાર અધ્યયન કરી શકે છે, જે અંતર્ગત કોરોના વાઈરસની ઉત્પત્તિ ચીનની વુહાન લેબથી થઈ હોવાનું મનાય છે. ત્યારબાદ વિશ્વભરમાં આ કોરોના ફેલાયો. આ તમામની વચ્ચે વિશ્વમાં આ વાઈરસથી અત્યાર 16.85 કરોડ લોકો સંક્રમિત થયા છે. જ્યારે 35.01 લાખ લોકોના જીવ ગયા છે.