ETV Bharat / international

નવી શરૂઆત: ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું સંભાળ્યું પ્રમુખપદ - ન્યુયોર્ક સમાચાર

ભારતે ફ્રાન્સ પાસેથી પ્રમુખપદ સંભાળ્યું છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ એમ્બેસેડર (Ambassador of India to United Nations) ટી.એસ. તિરુમૂર્તિએ જુલાઇ મહિના માટે UN સુરક્ષા પરિષદ યોજવા બદલ સંયુક્ત રાષ્ટ્રમાં ફ્રાન્સના સ્થાયી પ્રતિનિધિ (France Permanent Representative to the UN) નિકોલસ ડી. રિવેરે (Nicolas de Riviere) નો આભાર માન્યો હતો.

India assumes UNSC presidency
India assumes UNSC presidency
author img

By

Published : Aug 1, 2021, 3:52 PM IST

  • ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું સંભાળ્યું પ્રમુખપદ
  • દરિયાઈ સુરક્ષા, શાંતિની જાળવણી અને આતંકવાદ વિરોધી વિશેષ કાર્યક્રમોનું આયોજન કરશે
  • ટી.એસ. તિરુમૂર્તિએ નિકોલસ ડી. રિવેરેનો આભાર માન્યો

ન્યુયોર્ક: ભારતે રવિવારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (United Nations Security Council- UNSC) નું પ્રમુખપદ સંભાળ્યું છે અને આ મહિના દરમિયાન દરિયાઈ સુરક્ષા, શાંતિની જાળવણી અને આતંકવાદ વિરોધી વિશેષ કાર્યક્રમોનું આયોજન કરશે.

આ પણ વાંચો: અમેરિકા: ભારતવંશી રાશિદ હુસૈન બન્યા આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા રાજદૂત

ભારતે ફ્રાન્સ પાસેથી પ્રમુખપદ સંભાળ્યું

આ બાબતે મળતી માહિતી અનુસાર ભારતે ફ્રાન્સ પાસેથી પ્રમુખપદ સંભાળ્યું છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ એમ્બેસેડર (Ambassador of India to United Nations) ટી.એસ.તિરુમૂર્તિએ જુલાઇ મહિના માટે UN સુરક્ષા પરિષદ યોજવા બદલ સંયુક્ત રાષ્ટ્રમાં ફ્રાન્સના સ્થાયી પ્રતિનિધિ (France Permanent Representative to the UN) નિકોલસ ડી. રિવેરે (Nicolas de Riviere) નો આભાર માન્યો હતો. તિરુમૂર્તિએ ટ્વિટ કર્યું કે, જુલાઈ મહિના માટે UN સુરક્ષા પરિષદનું આયોજન કરવા માટે ફ્રાન્સના PR રાજદૂતનો આભાર. ભારતે ઓગસ્ટ માટે પ્રમુખપદ સંભાળ્યું છે. આ દરમિયાન ફ્રાન્સે જણાવ્યું કે, તે ભારત સાથે સમુદ્રી સુરક્ષા, શાંતિની જાળવણી અને આતંકવાદ વિરોધી મુદ્દાઓ પર કામ કરવા માટે પ્રતિબદ્ધ છે.

આ પણ વાંચો: મલેશિયામાં કોરોના બેતાબૂ, જનતાએ માંગ્યું વડાપ્રધાનનું રાજીનામું

ભારતના પ્રમુખપદનો પહેલો કાર્યકારી દિવસ સોમવારથી હશે

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતના પ્રમુખપદનો પહેલો કાર્યકારી દિવસ સોમવારથી હશે. જ્યારે તિરુમૂર્તિ મહિનાના કાઉન્સિલના કાર્યક્રમો પર UN હેડક્વાર્ટરમાં મિશ્ર પત્રકાર પરિષદ કરશે. આ દરમિયાન કેટલાક લોકો જ ત્યાં હાજર રહેશે. જ્યારે અન્ય લોકો વીડિયો કોન્ફરન્સ દ્વારા જોડાઈ શકે છે. યુનાઇટેડ નેશન્સ દ્વારા બહાર પાડવામાં આવેલા કાર્યક્રમ અનુસાર તિરુમૂર્તિ સંયુક્ત રાષ્ટ્રના તે સભ્ય દેશોને પણ કામની વિગતો આપશે જે કાઉન્સિલના સભ્યો નથી.

ભારત ત્રણ વ્યાપક ક્ષેત્રો સમુદ્રી સુરક્ષા, શાંતિની જાળવણી અને આતંકવાદ વિરોધી કાર્યક્રમોનું આયોજન કરશે

સુરક્ષા પરિષદના અસ્થાયી સભ્ય તરીકે ભારતનો બે વર્ષનો કાર્યકાળ 1 જાન્યુઆરી, 2021 થી શરૂ થયો હતો. ઓગસ્ટનું રાષ્ટ્રપતિ 2021-22ના સમયગાળા માટે સુરક્ષા પરિષદના અસ્થાયી સભ્ય તરીકે ભારતનું પ્રથમ પ્રમુખપદ છે. ભારત તેના બે વર્ષના કાર્યકાળના છેલ્લા મહિનામાં એટલે કે આવતા વર્ષે ડિસેમ્બરમાં ફરી કાઉન્સિલની અધ્યક્ષતા કરશે. તેમના પ્રમુખપદ દરમિયાન ભારત ત્રણ વ્યાપક ક્ષેત્રો સમુદ્રી સુરક્ષા, શાંતિની જાળવણી અને આતંકવાદ વિરોધી સંબંધી ત્રણ મુખ્ય ઉચ્ચ સ્તરીય કાર્યક્રમોનું આયોજન કરશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.