હૈદરાબાદ: ચીનના વુહાન શહેરથી ફેલાયેલી કોરોના વાઈરસની મહામારીથી દુનિયાભરમાં 17 ઓગસ્ટના સવારના 11 કલાક સુધીમાં 7,72,751થી વધુ લોકોના મોત થયા છે. દુનિયાભરમાં 2,18,17,650 લોકો કોરોના વાઈરસથી સંક્રમિત થયાની પુષ્ટિ થઈ છે. તમને જણાવી દઈએ કે, કોરોનાનો આંકડો સતત બદલતો રહે છે.
![દુનિયાભરમાં 7.72 લાખથી વધુના મોત, જાણો વૈશ્વિક આંકડો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8446293_vgh.jpg)
આંકડા અનુસાર દુનિયાભરમાં કોરોના વાઈરસથી સંક્રમિત 1,45,53,191થી વધુ લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે. દુનિયાભરમાં 6,489,537થી વધુ કેસ એક્ટિવ છે. જેમાં અંદાજે 64,329થી વધુ કેસ ગંભીર છે. આંકડો વર્લ્ડોમીટર પરથી લેવામાં આવ્યો છે.