મિયામીઃ જુલાઇમાં અનેક પ્રમુખ નેતાઓ, સેલિબ્રિટી અને પ્રૌદ્યોગિકી જગતના ઉદ્યોગપતિના ટ્વિટર અકાઉન્ટ હેક કરવામાં આવ્યા હતા. આ મોટી હસ્તીઓના અકાઉન્ટ હેક કરીવાના ષડયંત્રના અંત સુધી પોલીસ જ્યારે પહોંચી તો તે હેરાન થઇ હતી.
આ અકાઉન્ટ હેક કરવા અને દુનિયાભરમાં લોકોની સાથે એક લાખ ડૉલરથી વધુના બિટકોઇનના સ્કેમ કરનારા વ્યક્તિની ઓળખ ફ્લોરિડા નિવાસી એક 17 વર્ષીય છોકરા તરીકે થઇ છે. પોલીસે છોકરાની ધરપકડ કરી છે. તો આ મામલે અન્ય 2 વ્યક્તિઓને પણ આરોપી બનાવ્યા છે.
એક આધિકારીક નિવેદન અનુસાર, ગ્રાહમ ઇવાન ક્લાર્ક (17)ની શુક્રવારે ટમ્પામાં ધરપકડ કરવામાં આવી છે. જ્યાં હિલ્સબોરો સ્ટેટ અટાર્નીના કાર્યાલયમાં તેના પર પુખ્ય વય તરીકે કેસ ચલાવવામાં આવશે. તે ગંભીર ગુનાના 30 આરોપોનો સામનો કરી રહ્યો છે. આ નિવેદન અનુસાર, હેકિંગથી ફાયદા લેનારા વધુ 2 લોકો, મેસન શેફર્ડ (19) અને નીમા ફજેલી (22)ની કેલિફોર્નિયા સંઘીય કોર્ટમાં અલગથી આરોપિત કર્યા છે. શેફર્ડ બ્રિટનનો છે, જ્યારે નીમા ઓલેન્ડોની (અમેરિકા) નિવાસી છે.
ઓબામા સહિત અનેક હસ્તીઓના અકાઉન્ટ થયા હતા હેક
હાલના વર્ષમાં સોશિયલ મીડિયા અકાઉન્ટની સુરક્ષામાં અડચણ ઉભી કરનારા સાર્વધિક હાઇ પ્રોફાઇલ મામલામાં સામેલ આ પ્રકરણ હેઠળ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા, પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જો બાઇડેન ઉપરાંત માર્ક બ્લૂમબર્ગ અને એમેઝોનના સીઇઓ જેફ બેઝોસ, માઇક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સ અને ટેસ્લાના સીઇઓ એલોન મસ્કના ટ્વિટર અકાઉન્ટથી નકલી ટ્વીટ કરવામાં આવ્યા હતા. આ સાથે જ કાન્યે વેસ્ટ અને તેમની પત્ની કિમ કર્દાશિયા વેસ્ટ જેવી સેલિબ્રિટીના ટ્વિટર અકાઉન્ટ પણ હેક કરવામાં આવ્યા હતા.
અકાઉન્ટ હેક કરીને છેતરપિંડીનો પ્રયાસ
આ ટ્વીટ દ્વારા એક અનામ બિટકોઇન પર પ્રત્યેક 1000 ડૉલર મોકલવા પર 2000 ડૉલર આપવાની રજૂઆત કરવામાં આવી હતી. બિટકોઇન એક આભાસી મુદ્રા છે. આ માત્ર ઇન્ટરનેટ પર ઉપલબ્ધ હોય છે અને તેના માધ્યમથી તેની લેવડ-દેવડ કરવામાં આવે છે. આ પહેલા ટ્વિટરે કહ્યું હતું કે, હેકરે અમારી અંદરની પ્રણાલી સુધી પહોંચવા માટે અમુક ટ્વિટર કર્મીઓની ગોપનીય જાણકારી સોશિયલ એન્જિનિયરિંગ અને સ્માર્ટફોન દ્વારા મેળવીને અકાઉન્ટનું સંચાલન કરનારી કંપનીના ડેશબોર્ડમાં રોક લગાવી હતી.