ETV Bharat / international

પેન્સ -હેરિસ વચ્ચેની ચર્ચા: કેટલીક સ્પષ્ટતાઓ

વાઈસ પ્રેસિડેન્ટ માઈક પેન્સ અને ડેમોક્રેટ કમલા હેરિસ ઉત્તાહમાં બુધવારે રાત્રે સૌપ્રથમ અને એકમાત્ર વાર ચર્ચાના મંચ ઉપર મળ્યાં હતાં.

પેન્સ -હેરિસ વચ્ચેની ચર્ચા
પેન્સ -હેરિસ વચ્ચેની ચર્ચા
author img

By

Published : Oct 7, 2020, 11:17 PM IST

ન્યુ યોર્ક: વાઈસ પ્રેસિડેન્ટ માઈક પેન્સ અને ડેમોક્રેટ કમલા હેરિસ ઉત્તાહમાં બુધવારે રાત્રે સૌપ્રથમ અને એકમાત્ર વાર ચર્ચાના મંચ ઉપર મળ્યાં હતાં.

ચર્ચામાં પરસ્પર દલીલો થઈ હોય તેવા કેટલાક મહત્ત્વના પ્રશ્નો:

આ ચર્ચા કેટલું મહત્ત્વ ધરાવે છે ?

અમેરિકામાં પ્રમુખ પદની ચૂંટણી દરમ્યાન વાઈસ પ્રેસિડેન્ટ સ્તરની ચર્ચા ભાગ્યે જ કોઈ મહત્ત્વ ધરાવે છે. પરંતુ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ કોરોના Coronaryવાઈરસમાંથી રિકવર થઈ રહ્યા છે અને તેમના ડેમોક્રેટ પ્રતિસ્પર્ધી જો બિડેન અમેરિકાના ઈતિહાસમાં સૌથી વૃદ્ધ પ્રેસિડેન્ટ બનવા માટેના પ્રયાસો કરી રહ્યા છે, ત્યારે આ તબક્કે આ ચર્ચા મહત્ત્વપૂર્ણ છે.

એ વાત જગજાહેર કરવાનું થોડું માફક આવે તેમ ન હોવા છતાં સંભાવના છે કે પેન્સ કે હેરિસે આગામી કાર્યકાળ પૂરો થતાં પહેલાં રાષ્ટ્રપતિ પદમાં પ્રવેશ કરવો પડશે. તેને કારણે બંને ઉમેદવારો પ્રાઈમ-ટાઈમના મામલે વધુમાં વધુ તપાસ કરશે.

પેન્સ અને હેરિસ બંને લાંબા સમયથી પોતાનાં સિદ્ધાંતોને કારણે ખાસ પ્રકાશમાં ન હતાં. હવે તેમના માટે પ્રકાશમાં આવવાનો સમય છે.

શું આ સલામત હશે ?

બે અઠવાડિયાં કરતાંયે ઓછા સમય પહેલાં પેન્સે હવે બદનામ થયેલા વ્હાઈટ હાઉસ રોઝ ગાર્ડનના સમારંભમાં માસ્ક પહેર્યા વિના હાજરી આપી હતી. આ સમારંભ સુપરસ્પ્રેડર ઈવેન્ટ હોવાની આશંકા છે અને અત્યાર સુધીમાં આ સમારંભમાં ભાગ લેનારા ટ્રમ્પ સહિત ઓછામાં ઓછા આઠ લોકોને કોરોનાવાઈરસનો ચેપ લાગ્યો હોવાના અહેવાલ છે.

એવો સવાલ કરી શકાય કે પેન્સે ક્વોરેન્ટાઈન થવું જોઈએ અને ઉત્તાહ યુનિવર્સિટીના ડિબેટ હોલમાં ચર્ચા માટે ન આવવું જોઈએ.

સ્વાસ્થ્યને લગતી ચિંતાઓની નોંધ લઈને આયોજકો બંને ઉમેદવારોને અલગ-અલગ કરવા સંમત થયા અને પ્લેક્સિગ્લાસ શિલ્ડને કારણે ઉમેદવારોએ માસ્ક પહેરવાની જરૂર પણ નહીં રહે. ઉમેદવારો અને મોડરેટર (સંચાલક) એકબીજાથી 12.25 ફૂટ (3.7 મીટર)ના અંતરે બેસશે. હાથ મિલાવવા કે શારીરિક અભિવાદનને મંજૂરી નથી.

આયોજકોએ જણાવ્યું છે કે હોલની અંદર ટિકિટ ધરાવતા ખૂબ ઓછી સંખ્યામાં મહેમાનો ઉપસ્થિત રહેશે. ઉમેદવારો અને મોડરેટરને બાદ કરતાં માસ્ક પહેરવાનો ઈનકાર કરનાર કોઈપણ વ્યક્તિને હોલની બહાર કાઢી મૂકાશે.

આપણું ધ્યાન સામાન્ય રીતે રાજકીય જોખમો ઉપર હોય, પરંતુ રમતમાં કાયદેસર શારીરિક જોખમો છે.

વ્હાઈટ હાઉસ દ્વારા મહામારીનો સામનો કેવી રીતે કરવામાં આવી રહ્યો છે, તે મુદ્દે પેન્સ કેવી રીતે બચાવ કરશે ?

પ્રેસિડેન્ટના કોરોનાવાયરસ ટાસ્ક ફોર્સના અધ્યક્ષ એવા પેન્સે કેટલાક અઘરા સવાલોના જવાબ આપવા પડશે.

2,10,000થી વધુ અમેરિકનોનાં મૃત્યુ થયાં છે. વ્હાઈટ હાઉસ હૉટ ઝોન બન્યું છે. અને હજુયે ટ્રમ્પની સરકાર પાસે મહામારીને નિયંત્રિત કરવાની કોઈ વ્યાપક રાષ્ટ્રીય વ્યૂહરચના નથી.

ચીનથી અમેરિકા સફર કરનારને વહેલી તકે અટકાવી દીધા હતા - એ મુદ્દો કાયમ વ્હાઈટ હાઉસ વાગોળ્યા કરે છે, તે દલીલ જ પેન્સ પણ રજૂ કરશે તેવી ધારણા બાંધી શકાય, પરંતુ આ એક દલીલથી તે મુસીબતમાંથી ઉગરી નહીં શકે. હકીકત એ છે કે ટ્રમ્પ અને પેન્સની દેખરેખ નીચે જ વિશ્વમાં કોઈ પણ દેશ કરતાં અમેરિકામાં સૌથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે.

વાયરસના જોખમને ગંભીરતાથી નહીં લેવાના ટ્રમ્પના અવારનવારના પ્રયાસો માટે તેમજ માસ્કના ઉપયોગ જેવા સાવચેતીના મુખ્ય પગલાંને નિરુત્સાહ બનાવવા માટે પણ પેન્સે જવાબ આપવાની ફરજ પડી શકે છે. સોમવારે પ્રેસિડેન્ટ ટ્રમ્પને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી તે પછી પણ તેમણે તેમનો આ વ્યવહાર ચાલુ રાખ્યો છે.

કેટલીક રીતે પેન્સ, ટ્રમ્પ કરતાં અનેકગણા વધુ શિષ્ટ છે. તેઓ 20 વર્ષથી ચૂંટાઈ આવે છે. તેમણે આમાંથી બહાર નીકળીને પોતાના આ બહોળા અનુભવના પ્રત્યેક પાસા વિશે વાત કરવાની જરૂર પડશે.

હેરિસ ઈતિહાસ રચી રહ્યાં છે, શું તેનાથી ડેમોક્રેટને વધુ તાકાત મળશે ?

બિડેને પોતાની ઉમેદવારી માટે કેટલાક ડેમોક્રેટ્સને ખુશ કરવા ઘણો સંઘર્ષ કરવો પડી રહ્યો છે, તે વાત હવે ગુપ્ત નથી. હેરિસ તેમાં મદદ કરી શકે તેમ છે, કેમકે તે અમેરિકાને યાદ અપાવે છે કે તે વાઈસ પ્રેસિડેન્ટ પદે સેવા બજાવનારી સૌપ્રથમ બ્લેક મહિલા તરીકે ઈતિહાસ રચી શકે તેમ છે. ચર્ચાના મંચ ઉપર તેની હાજરીમાત્ર પણ ઐતિહાસિક છે.

ઈતિહાસમાં પોતાનું અનોખું સ્થાન જમાવવામાં મદદરૂપ થવાની સ્ક્રિપ્ટ સાથે બુધવારે રાત્રે હેરિસ સાંભળવા મળે તેવી સંભાવના છે. આ જ વાત તેમણે ડેમોક્રેટિકની શરૂઆતની ચર્ચાઓમાં અસરકારક રીતે રજૂ કરી હતી, જ્યારે તેમણે બિડેન ઉપર શાબ્દિક હુમલો કરવા સ્કૂલ બસિંગના પોતાના અંગત અનુભવને ટાંક્યો હતો.

ડેમોક્રેટ્સ હજુ પણ ખાસ કરીને બ્લેક અને યુવાનો જેવા ઓછું મતદાન કરતા મતદાતાઓને બિડેનની તરફેણમાં પ્રોત્સાહિત કરવા ભારે પ્રયાસો કરી રહ્યા છે. હેરિસ પાસે બુધવારે રાત્રે આ સમસ્યાઓ ઉપર ધ્યાન ખેંચવા અને તેના ઉકેલની વાત કરવા માટેની કદાચ સૌથી મોટી અને શ્રેષ્ઠ તક હશે.

શું બેમાંથી કોઈ પણ ઉમેદવાર બીજા ઉમેદવારને હંફાવશે ?

સ્પર્ધામાં સાથે દોડી રહેલા રમતવીરો માટે પહેલો નિયમ એ છે કે અન્ય રમતવીરને નુકસાન ન પહોંચાડવું. આને કારણે વાઈસ પ્રેસિડેન્ટ પદ માટેના ઉમેદવારો ઉપર વાતચીતના મુદ્દાઓ બાબતે સાવધાન રહેવાનું દબાણ વધે છે. પણ આ સમય સામાન્ય નથી.

પેન્સે છેલ્લાં ચાર વર્ષમાં પોતે પ્રેસિડેન્ટને ખુશ કરવા સિવાય ભાગ્યે જ કશું કરવામાં રસ ધરાવતા હોવાનું દર્શાવ્યું છે. પરંતુ ભૂતપૂર્વ સરકારી વકીલ એવાં હેરિસે પોતાની ક્ષમતા અને પોતાની ઈચ્છા મુજબ અવાજ ઉઠાવવાની તત્પરતા બતાવી છે.

ટ્રમ્પ સરકારનો વંશીય ભાગલાઓને હલ કરવાનો અભિગમ, મહિલાઓની સમસ્યાઓ, કોરોનાવાયરસ અને પ્રેસિડેન્ટના સુપ્રિમ કોર્ટના ઉમેદવારો સહિતના મુદ્દે પેન્સ ઉપર હુમલો કરવા માટે કેલિફોર્નિયાનાં સેનેટર હેરિસ ઘણું મજબૂત સ્થાન ધરાવે છે.

હેરિસ જ્યારેથી ઉમેદવાર તરીકે ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે, ત્યારથી તેઓ પ્રચાર અભિયાનોમાં જે રીતે ચૂપ છે, તે જોતાં બિડેનની ટીમ તેમને કેટલા આક્રમક બનવા દેશે, તે એક સવાલ છે.

એજન્સીઓના ઈનપુટ સહિત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.