ETV Bharat / international

કોરોનાકાળમાં અમેરિકાએ 9 વર્ષ બાદ રચ્યો ઈતિહાસ, હ્યુમન સ્પેસ મિશન કર્યું લોન્ચ - સ્પેસ એક્સ

એલન મસ્કની પ્રાઇવેટ રોકેટ કંપની સ્પેસ એક્સ (SpaceX)એ ઈતિહાસ રચી દીધો છે. તેનું એક રોકેટ શનિવારને નાસા (NASA)ના બે અંતરિક્ષ યાત્રીકોને લઈને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન માટે રવાના થઈ ગયું છે. તેમાં નાસાના બે અંતરીક્ષ યાત્રી રોબર્ટ બેનકેન અને ડગલસ હર્લે સવાર થયા. ભારતીય સમય મુજબ શનિવાર રાત્રે લગભગ 1 વાગ્યે રોબોટે કેનેડી સ્પેસ સેન્ટરથી ઉડાન ભરી. આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન (ISS) 19 કલાકની ઉડાનના અંતર પર છે.

કોરોનાકાળમાં અમેરિકાએ 9 વર્ષ બાદ રચ્યો ઈતિહાસ, હ્યુમન સ્પેસ મિશન કર્યું લોન્ચ

author img

By

Published : May 31, 2020, 9:29 AM IST

કેપ કનેરવરલઃ એકબાજુ જ્યાં અદ્રશ્ય વાઇરસ કોરોનાએ અમેરિકામાં ખુબ હાહાકાર મચાવ્યો છે ત્યારે આટલી વિકટ પરિસ્થિતિમાં પણ અમેરિકી સ્પેસ એજન્સી NASAએ 9 વર્ષ બાદ ઈતિહાસ રચ્યો છે. ફ્લોરિડાના કેપ કનવરલમાં જ્હોન એફ કેનેડી સ્પેસ સેન્ટરથી NASA-SpaceX Demo-2 mission સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું. અમેરિકાએ 9 વર્ષમાં પહેલીવાર પોતાની ધરતીથી સ્પેસમાં એસ્ટ્રોનટ્સ મોકલ્યા છે. નાસાના એડમિનિસ્ટ્રેટર જિમ બ્રાઈડેનસ્ટીને લોન્ચ અંગે જાણકારી આપી. ચંદ્રને સ્પર્શવા માટે પૃથ્વીથી પહેલી ઉડાણ આ જ્હોન એફ કેનેડી સેન્ટરથી રખાઈ હતી.

નાસાના એડમિનિસ્ટ્રેટર જિમ બ્રાઈડેનસ્ટીને ટ્વીટ કરીને જણાવ્યું કે, '9 વર્ષમાં પહેલીવાર હવે અમે અમેરિકી એસ્ટ્રોનટ્સને અમેરિકી રોકેટ દ્વારા અમેરિકાની ધરતીથી મોકલ્યા છે. મને નાસા અને SpaceX ટીમ પર ગર્વ છે. જેમણે અમને આ ક્ષણ જોવાની તક આપી છે. આ એક અલગ ફિલિંગ છે. જ્યારે તમે તમારી ટીમને આ રોકેટ(Falcon 9) પર જુઓ છો. આ અમારી ટીમ છે અને આ Launch America છે.'

અમેરિકી સમય મુજબ બપોરે 3 વાગે 22 મિનિટ પર રોકેટને લોન્ચ કરાયું. બંને એસ્ટ્રોનટ્સ (અંતરિક્ષયાત્રીઓ) તમામ તૈયારીઓ સાથે SpaceX રોકેટમાં સવાર થયાં. કાઉન્ટડાઉન ખતમ થતા જ યાન અંતરિક્ષ તરફ ઉડ્યું. આ અગાઉ બુધવારે ખરાબ હવામાનના કારણે લોન્ચિંગને નિર્ધારિત સમયથી 16 મિનિટ પહેલા રોકવું પડ્યું હતું.

Elon Muskની કંપની SpaceX નું રોકેટ વેટરન એસ્ટ્રોનટ્સ Robert Behnken અને Douglas Hurleyને ISS સુધી લઈ જવા માટે લોન્ચ થયું. બંને અંતરિક્ષયાત્રીઓ 19 કલાકની મુસાફરી કરીને ઈન્ટરનેશનલ સ્પેસ સેન્ટર (ISS) પહોંચશે. વર્ષ 2011માં સ્પેસ શટલ પ્રોગ્રામ ખતમ થયા બાદ પહેલીવાર અમેરિકી એસ્ટ્રોનટ્સ અમેરિકાની ધરતથી સ્પેસમાં મોકલવામાં આવ્યાં છે. અત્યાર સુધી રશિયાના Soyuzનો સહારો લેવામાં આવતો હતો. કોઈ પ્રાઈવેટ કંપનીના રોકેટથી સ્પેસમાં જવાનો પણ આ પહેલો અવસર છે.

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે લોન્ચિંગ બાદ કહ્યું કે હું આ જાહેરાત કરતા ખુબ રોમાંચિત છું કે સ્પેસ એક્સ ડ્રેગન કેપ્સ્યુલ સફળતાપૂર્વક પૃથ્વીની ભ્રમણ કક્ષામાં પહોંચી યું છે અને અમારા એસ્ટ્રોનટ્સ સુરક્ષિત અને સ્વસ્થ છે. આ લોન્ચની સાથે જ વર્ષોથી ખોવાયેલા અને ઓછી કાર્યવાહીનો દોર અધિકૃત રીતે ખતમ થયો છે. આ અમેરિકી મહત્વકાંક્ષાના એક નવા યુગની શરૂઆત છે.

બંને અંતરીક્ષ યાત્રી રવિવારે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પહોંચશે. અહીં ચાર મહિના સુધી સ્પેસ સ્ટેશન પર રહેશે અને બાદમાં ધરતી પર પરત ફરશે. આ મિશનને ડેમો-2 મિશનનું નામ આપવામાં આવ્યું છે. ડેમો-1 મિશનમાં ડ્રેગન સ્પેસક્રાફ્ટથી સ્પેસ સ્ટેશન પર સફળતાપૂર્વક સામાન પહોંચડવામાં આવ્યો હતો. SpaceX નાસાના અંતરિક્ષ યાત્રીકોને ફાલ્કન-9 રોકેટના ડ્રેગન સ્પેસક્રાફ્ટ દ્વારા આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશનમાં મોકલવામાં આવ્યા છે.

અમેરિકાના ઈતિહાસમાં NASA (નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન)એ મંગલ મિશન સહિત અનેક મહત્વના કિર્તીમાન જ્હોન એફ કેનેડી સ્પેસ સેન્ટરથી પોતાના નામે કર્યા છે. પરંતુ 2011 બાદ તેના પર બ્રેક લાગી ગઈ. અમેરિકી એસ્ટ્રોનટ્સ રશિયાની મદદથી સ્પેસમાં જતા હતાં. હવે NASAએ ફરીથી અમેરિકાની ધરતીથી પોતાના એસ્ટ્રોનટ્સ પોતાના દેશના રોકેટમાં બેસાડીને સ્પેસમાં મોકલ્યા છે. સમગ્ર દુનિયાની નજર આ મિશન પર હતીં.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.