ETV Bharat / international

અમેરિકી રક્ષા પ્રધાનના ચીફ ઓફ સ્ટાફ તરીકે ભારતીય મૂળના કાશ પટેલની નિમણૂક - વોશિંગ્ટન

અમેરિકાના કાર્યકારી રક્ષા પ્રધાન ક્રિસ મિલરના ચીફ ઓફ સ્ટાફ તરીકે ભારતીય મૂળના કાશ પટેલની નિમણૂક કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા માર્ક એસ્પરને રક્ષા પ્રધાન પદથી હટાવ્યા અને રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી કેન્દ્રના નિર્દેશક ક્રિસ મિલરને કાર્યકારી રક્ષા પ્રધાન બનવાના એક દિવસ પહેલા પેંટાગને આ નિમણૂક કરી છે.

અમેરિકી રક્ષા પ્રધાનના ચીફ ઓફ સ્ટાફ તરીકે ભારતીય મૂળના કાશ પટેલની નિમણૂક

author img

By

Published : Nov 11, 2020, 6:33 PM IST

  • ભારતીય મૂળના કાશ પટેલની અમેરિકન રક્ષા પ્રધાનના સ્ટાફમાં નિમણૂક
  • કાશ પટેલ મૂળ ગુજરાતના છે, જન્મ ન્યૂ યોર્કમાં થયો હતો
  • પટેલના માતા તાન્ઝાનિયા અને પિતા યુગાન્ડાના હતા

વોશિંગ્ટનઃ પેંટાગને મંગળવારે કહ્યું, મિલરે સોમવારે નવું પદ સંભાળ્યું છે. અમેરિકાના રક્ષા પ્રતિષ્ઠાન પેંટાગને મંગળવારે કહ્યું, વર્તમાનમાં રાષ્ટ્રીય સુરક્ષા પરિષદમાં કાર્યરત કાશ પટેલને કાર્યકારી રક્ષા પ્રધાન તરીકે નિમણૂક કરવામાં આવે છે. ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વિટ પર લખ્યું હતું કે, રક્ષા પ્રધાન માર્ક એસ્પરને ટર્મિનેટ કરી દેવામાં આવ્યા છે. ટ્રમ્પે ક્રિસ્ટોફર મિલરને આગામી રક્ષા પ્રધાન નિયુક્ત કર્યા હતા. મિલર રાષ્ટ્રીય આતંકવાદ નિરોધક કેન્દ્રના નિર્દેશક હતા. કાશ પટેલ જેન સ્ટીવર્ટનની જગ્યા લેશે. કાશનું પૂરું નામ કશ્યપ પ્રમોદ પટેલ છે અને તેઓ આની પહેલા હાઉસ પરમાનેન્ટ સિલેક્ટ કમિટીમાં કામ કરી ચૂક્યા છે.

કાશનો જન્મ ન્યૂ યોર્કમાં થયો હતો

પટેલને જૂન 2019માં રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના આતંકવાદી વિરોધી નિયામકમાં વરિષ્ઠ નિર્દેશક સ્વરૂપે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમનો જન્મ ન્યૂ યોર્કમાં થયો હતો, પરંતુ તેઓ મૂળ ગુજરાતના છે. જોકે પટેલના પિતા યુગાન્ડાથી હતા અને માતા તંજાનિયાથી હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.