વૉશિગ્ટનઃ કોરોના વાઇરસના મારથી લાગુ કરવામાં આવેલા લોકડાઉનના કારણે અમેરિકાની અર્થવ્યવસ્થા ભાંગી પડી છે. આંકડા દ્વારા જાણવા મળી રહ્યું છે કે, છેલ્લા મહિનામાં અમેરિકાની મોટા ભાગની કંપનિઓએ પોતાના કર્મચારીઓને બહારનો રસ્તો દેખાડ્યો છે.
રોજગાર વિભાગે શુક્રવારના રોજ રજૂ કરેલા આકડા પ્રમાણે માર્ચમાં અમેરિકામાં 7,01,000 લાખ લોકોએ નોકરીમાંથી બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો છે. જ્યારે રોજગારીની ટકાવારી વધીને 4.4 પર પહોંચી છે.
જ્યારે વધારેમાં જણાવ્યું કે, માર્ચના છેલ્લા બે અઠવાડિયામાં એક કરોડથી વધારે લોકોએ પોતાની નોકરી ગુમાવી છે. જ્યારે દૂનિયાભરમાં કોવિડ-19ના સંક્રમણની કેસ 10 લાખને પાર કરી ચુક્યા છે જેમાંના 2.5 લાખ સંક્રમીત ફક્ત અમેરિકામાં જ છે. અમેરિકામાં આ મહામારીના કારણે 6000થી વધારે લોકોના મોત થઇ ચૂક્યા છે, જેના કારણે અમેરિકાના શહેર ભૂતિયા નગરમાં બદલી ગયા છે.