લોસ એન્જલસ: જ્યોર્જ ફ્લોઇડના મૃત્યુ બાદ લોસ એન્જલસમાં શરૂ થયેલી હિંસા અને વિરોધને લઈને પોલીસે 2,700 થી વધુ દેખાવકારોની ધરપકડ કરી છે.
મંગળવારે શહેર પોલીસ કમિશનના ચીફ મિશેલ મૂરેએ જણાવ્યું કે, ધરપકડ કરવામાં આવેલા લોકોમાંથી 2,500 ને કર્ફયુના ઉલ્લંઘન મામલે ધરપકડ કરવામાં આવી હતી. જોકે બાકી લોકોની ચોરી, લૂંટ, પોલીસ અઘિકારી પર હુમલા અને અન્ય હિંસાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.
અગાઉ મૂરેએ સોમવારે કહ્યું હતું કે, લોસ એન્જલસ અને શહેરના અન્ય વિસ્તારોમાં પોલીસે લગાવવામાં આવેલા કર્ફ્યુની નોંધપાત્ર અસર પડી છે. સપ્તાહના અંતમાં હિંસા અને ચોરી થઇ નહોતી. જ્યારે દુકાનના બ્લોક્સ નાશ પામ્યા હતા. તેમજ પોલીસના વાહનોને આગ લગાવી દેવામાં આવી હતી અને અધિકારીઓ ઘાયલ થયા હતા.
આપને જણાવી દઇએ કે, જ્યોર્જ ફલોઇડ નામનો 46 વર્ષીય અશ્વેત માણસનું સોમવારે મોત થયું હતું. ડેરેક ચૌવિન નામનો શ્વેત પોલીસ અધિકારી જ્યોર્જના ગળા પર ઘૂંટણ દબાવીને બેઠો હતો અને જ્યોર્જ વારંવાર કહેતો હતો કે, 'હું શ્વાસ લઈ શકતો નથી.' પરંતુ અધિકારીએ તેમને છોડ્યો નહીં. આ પછી તેનું મૃત્યુ થયું હતું.
આ ઘટના બાદ દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે.