ગ્રુપના ચેરમેનના કહેવા પ્રમાણે કેટલીક કંપનીઓ તેમની સાથે વાત કરી પૂછપરછ કરી રહી છે કે ભારતમાં રોકાણ કરીને ચીનનો વિકલ્પ કેવી રીતે તૈયાર કરી શકાય. વધુમાં જણાવ્યું કે, ગ્રુપ નવી સરકારને સુધારા ઝડપી અને નિર્ણય લેવાની પ્રક્રિયામાં પારદર્શિતા લાવવાની ભલામણ કરે છે.
ભારતે આર્થિક સુધારા ઝડપી બનાવવાની સાથે વધુ પક્ષો સાથે ચર્ચા વિચારણા કરવી જોઈએ. તે ઉપરાંત વિદેશી રોકાણ ભારતમાં કેમ આવે તે દિશામાં સુધારા પણ કરવા જોઈએ. તેમજ ભારત અમેરિકા વચ્ચે મુક્ત વેપાર સમજૂતીની તરફેણ થવી જોઈએ.