- ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશને મોકલાશે કોરોના વેક્સિન
- સંયુક્ત રાષ્ટ્રની પહેલ કો-વેક્સ પહેલ અંતર્ગત પ્રાપ્ત થશે વેક્સિનનો જથ્થો
- ઘાનાને ભારતની ખાનગી કંપનીએ બનાવેલી વેક્સિનના 6 લાખ ડોઝ મળ્યા
અક્કરાઃ સંયુક્ત રાષ્ટ્રની પહેલ કો-વેક્સ અંતર્ગત કોવિડ-19 વેક્સિન પ્રાપ્ત કરનારો ઘાના વિશ્વનો પ્રથમ દેશ બની ગયો છે. ઘાનાને ભારતની ખાનગી કંપનીએ બનાવેલી કોરોના વેક્સિનના 6 લાખ ડોઝ મોકલવામાં આવ્યા છે. યુનિસેફ દ્વારા વેક્સિનના જથ્થાને બુધવારે સવારે અક્કરા સ્થિત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પહોંચાડવામાં આવ્યો છે.
આંતરરાષ્ટ્રીય પહેલ અંતર્ગત ઘાનાને વેક્સિનનો જથ્થો મળ્યો
આંતરરાષ્ટ્રીય પહેલ અંતર્ગત ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોને વેક્સિનનો જથ્થો મોકલવામાં આવી રહ્યો છે. આ પહેલ અંતર્ગત ઘાનાને વેક્સિનનો જથ્થો મોકલવામાં આવ્યો છે. આ પહેલ અંતર્ગત ઓછી અને મધ્યમ આવક ધરાવતા 92 દેશને કોવિડ-19 વેક્સિન ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે.