આફ્રિકા: ઉત્તર-પશ્ચિમ નાઈજીરીયામાં બે મહિના પહેલા સશસ્ત્ર જૂથો દ્વારા કેદ કરવામાં આવેલા સો લોકોને મુક્ત (Nigeria releases100 pepoles) કરાયા છે. જેમાં મોટાભાગનો બાળકો અને મહિલાઓનો સમાવેશ હતો. આ જાણકારી પોલીસ દ્વારા આપવામાં આવી છે.
લોકોને કેદ કરી જામફારાના જંગલમાં છૂપાવ્યા
જામફારા રાજ્યના પોલીસ વડા અયૂબ અલ્કાનાએ મંગળવારે જણાવ્યું હતું કે, મુક્ત કરાયેલા 97 લોકોમાંથી 19 શિશુ અને 12 થી વધુ બાળકો હતા. આમાંથી અમુક બાળકો કુપોષિત દેખાતા હતા અને અમુક માતાઓએ કપડાની મદદ લઇ બાળકોને પોતાની પીઠ પર બાંધ્યા હતાં.
સશસ્ત્ર જૂથ દૂરના વિસ્તારોના લોકોને ત્રસ્ત કરે છે
પોલીસે જણાવ્યું હતું કે, સશસ્ત્ર જૂથોની જગ્યા (Space of armed groups) પર કરાયેલી સંયુક્ત કાર્યવાહી બાદ સોમવારના બંદીઓને બિનશર્તી રીતે મુક્ત કરવામાં આવ્યા હતા. આ સશસ્ત્ર જૂથ દૂરના વિસ્તારોના લોકોને આતંકિત કરે છે, જ્યારે આ લોકોનું જામફારા અને પાડોશી રાજ્ય સોકોટોમાં તેમના ઘરો અને હાઇવે પરથી અપહરણ કર્યું હતું.
બંદી બનાવેલા લોકો આશરે ત્રણ મહિનાથી વધુ પકડમાં
પોલીસ વડાએ કહ્યું કે, કેદીઓને જંગલમાં છુપાવ્યાં હતા. આ જગ્યાનો ઉપયોગ બંદૂકધારીઓને છૂપાવા માટે થાય છે. બંદી બનાવેલા લોકો આશરે ત્રણ મહિનાથી વધુ પકડમાં હતા. જેમાં 33 પુરૂષો, સાત બાળકો અને ત્રણ બાળકીઓ સહિત 25 મહિલાનો સમાવેશ છે.
કેદીઓને રહસ્ય રીતે આઝાદ કરાયા
પોલીસે માહિતી આપી કે, 29 અન્ય લોકોને જામફારાના જંગલ વિસ્તારમાંથી (Forest area Jamphara) બિનશર્તી રીતે મુક્ત કર્યા છે. આ લોકોને આઝાદ કરવા માટે ખંડણી ચૂકવાય છે કે કેમ તે હજુ અકબંધ છે. આ ઉપરાંત અધિકારીઓનું કહેવું છે કે, આ મુક્તિ હવાઈ હુમલા સહિત લશ્કરી કાર્યવાહીનું પરિણામ છે.
આ પણ વાંચો: