ઓઆગાડૌગુઃ દક્ષિણ પશ્ચિમ બુર્કિના ફાસોમાં (Blast In Burkina Faso) સોનાની ખાણ પાસે સોમવારે એક પ્રચંડ વિસ્ફોટ થયો હતો. આ અકસ્માતમાં લગભગ 59 લોકો (59 Died Blast) મૃત્યુ પામ્યા અને 100થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
આ પણ વાંચો: આફ્રિકાના બુર્કિના ફાસોમાં ઉગ્રવાદીઓનો હુમલો, 41ના મોત
કેમિકલના કારણે થયો વિસ્ફોટ
ગાબોમ્બલોરા ગામમાં વિસ્ફોટ પછી પ્રાદેશિક અધિકારીઓએ અકસ્માતથી પ્રભાવિત લોકોની સંખ્યા વિશે માહિતી આપી હતી. ખાણકામ માટે ઉપયોગમાં લેવાતા કેમિકલના કારણે વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ વખતે સ્થળ પર હાજર એક વનકર્મીએ કહ્યું કે, હું દરેક જગ્યાએ મૃતદેહો જોઈ શકતો હતો. તે ભયાનક હતું. તેમણે કહ્યું કે પહેલો વિસ્ફોટ સોમવારે સ્થાનિક સમયાનુસાર બપોરે 2 વાગ્યે થયો હતો, જેના પછી ઘણા વધુ વિસ્ફોટ થયા હતા.
આ પણ વાંચો: ભાવનગરમાં રોલિંગમિલની ભઠ્ઠીમાં બ્લાસ્ટ, 9થી વધુ લોકો ઇજાગ્રસ્ત