ETV Bharat / international

દ. આફ્રિકામાં ભારતીયો પર હુમલા અને લૂંટફાટ, 72ના મોત-1200થી વધારેની ધરપકડ, જૂઓ હચમચાવી દે તેવા દ્રશ્યો - વિદેશપ્રધાન એસ. જયશંકરે

દક્ષિણ આફ્રિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જૈકબ જુમાના જેલ ગયા બાદ સમગ્ર દેશમાં હિંસા શરૂ થઈ ગઈ છે. આ હિંસાની આડમાં લોકોએ લૂંટફાટ શરૂ કરી દીધી છે. જેમાં પણ ખાસ કરીને ભારતીયો તેમજ ભારતીયોના ધંધાઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી પોલીસ દ્વારા 1200થી વધારે લોકોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે 72 લોકોના મોત નિપજ્યા હોવાની પુષ્ટિ કરવામાં આવી છે.

દ. આફ્રિકામાં ભારતીયો પર હુમલા અને લૂંટફાટ

author img

By

Published : Jul 15, 2021, 6:45 PM IST

Updated : Jul 15, 2021, 7:32 PM IST

  • દક્ષિણ આફ્રિકામાં એક સપ્તાહથી હિંસા અને લૂંટફાટ યથાવત
  • હુમલા અને લૂંટફાટમાં ભારતીય લોકો અને ધંધાઓ નિશાના પર
  • પૂર્વ રાષ્ટ્રપતિ જૈકબ જુમા જેલમાં ગયા બાદ શરૂ થઈ હતી હિંસા

ન્યૂઝ ડેસ્ક : દક્ષિણ આફ્રિકામાં ગત ગુરૂવારથી હિંસા અને લૂંટફાટ શરૂ થઈ ગઈ છે. આ હિંસાની આડમાં લોકોએ સ્થાનિક સ્ટોર્સ અને દુકાનોમાં લૂંટફાટ કરવાનું શરૂ કરી દીધું છે. દોડાદોડીમાં અત્યાર સુધી કુલ 72 લોકોના મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ અને સેનાને સ્થિતિ પર કાબૂ મેળવવા માટે સ્ટન ગ્રેનેડ અને રબર બુલેટ્સનો પ્રયોગ કરવો પડ્યો હતો. પોલીસે ભારે વિરોધ વચ્ચે અત્યાર સુધી 1200થી વધારે લોકોની ધરપકડ કરી છે.

દ. આફ્રિકામાં ભારતીયો પર હુમલા અને લૂંટફાટ

શા માટે હિંસા અને લૂંટફાટ ?

ગત ગુરૂવારે પૂર્વ રાષ્ટ્રપતિ જૈકબ જુમાએ 15 મહિનાની સજા ભોગવવા માટે કરેલા સરેન્ડર બાદ ગૌતેંગ અને ક્વાજુલુ-નતાલ રાજ્યોમાં હિંસા શરૂ થઈ હતી. દક્ષિણ આફ્રિકાની અડધા ઉપરની વસતી ગરીબી રેખા નીચે જીવે છે અને દેશમાં બેરોજગારીનો દર 32 ટકા છે. જેના કારણે અવારનવાર હિંસાની આડમાં લોકો લૂંટફાટ શરૂ કરી દેતા હોય છે. જેથી આ હિંસા શરૂ થઈ તેના ગણતરીના સમયમાં સ્ટોર્સ અને શોપિંગ મોલ્સમાં લૂંટફાટ શરૂ થઈ ગઈ હતી. આ બન્ને રાજ્યોમાં ઠેર ઠેર સેંકડો લોકો દુકાનોમાંથી સામાન લૂંટીને જતા નજરે પડી રહ્યા હતા.

ભારતીયો જ શા માટે નિશાના પર ?

ગત ગુરૂવારથી શરૂ થયેલી હિંસામાં કેટલાક તત્વોએ જાણી જોઈને ભારતીયો અને ભારતીયોના ધંધાઓને નુક્સાન પહોંચાડવાનું શરૂ કર્યું હતું. કારણ કે, જેકોબ જુમા પર મૂળ ભારતના ગુપ્તા બ્રધર્સ સાથે મળીને ભ્રષ્ટાચાર કર્યો હોવાના આરોપો લગાવવામાં આવ્યા હતા. આ આરોપોના કારણે જ પૂર્વ રાષ્ટ્રપતિ જુમા વિરુદ્ધ કોર્ટ કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં તેઓ હાજર ન રહેતા કોર્ટની અવમાનના કરવા બદલ તેમને 15 મહિનાની સજા કરવામાં આવી છે. દક્ષિણ આફ્રિકાના પ્રમુખ જેકોબ જુમા નહિં, પરંતુ ગુપ્તા બ્રધર્સ હોવાની સતત ટીકાઓ થતી રહેતી હતી. જેના કારણે હિંસા દરમિયાન ભારતીયો પર હુમલાઓ વધ્યા હતા.

  • Appreciate the conversation with South African Foreign Minister Naledi Pandor today. She assured that her Government was doing utmost to enforce law and order. Early restoration of normalcy and peace was the overriding priority.

    — Dr. S. Jaishankar (@DrSJaishankar) July 14, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

વિદેશપ્રધાન એસ. જયશંકરે કરી વાટાઘાટ

દક્ષિણ આફ્રિકામાં ચાલી રહેલા રમખાણોને લઈને વિદેશપ્રધાન એસ. જયશંકરે ગઈકાલે બુધવારે ચિંતા વ્યક્ત કરી હતી અને દક્ષિણ આફ્રિકાના નલેદી પંડોર સાથે વાત કરી હતી. તેમણે ટ્વિટરના માધ્યમથી જણાવ્યું હતું કે, 'દક્ષિણ આફ્રિકાના વિદેશ પ્રધાન સાથે વાતચીત કરી છે. તેમણે દેશમાં કાયદો અને વ્યવસ્થા યોગ્ય રીતે જાળવવા માટે શક્ય પ્રયત્નો કરવાનું આશ્વાસન આપ્યું છે.'

Last Updated : Jul 15, 2021, 7:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.