- ભુજમાં પોલીસ પરિવારના સભ્યો દ્વારા પોલીસના ગ્રેડ પે વધારા મુદ્દે કરાયું આંદોલન
- 36 ક્વાર્ટર પોલીસ લાઈન ખાતે બાળકોથી માંડી સૌ કોઈએ થાળી અને વેલણ વગાડી વિરોધ કર્યો
- રસ્તાની ચારે બાજુ લોકો ઉભા રહી જતા આખો માર્ગ થોડીવાર માટે બ્લોક થયો
કચ્છ: પોલીસ ડિપાર્ટમેન્ટને ગ્રેડ પેમાં વધારો (Grade pay police) મળે તે હેતુથી છેલ્લા એક અઠવાડિયાથી વધુ સમયથી ઠેર ઠેર આંદોલન કરવામાં આવી રહ્યા છે. ઉપરાંત પોલીસ પરિવારના સભ્યો દ્વારા પણ ઠેરઠેર જગ્યાએ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ભુજ (Bhuj ) માં પણ પોલીસ પરિવારના સભ્યો અને શહેરીજનો દ્વારા ઉગ્ર આંદોલનના સૂત્રોચ્ચાર અને થાળીના અવાજથી માર્ગ ગાજી ઉઠ્યો હતો. આખા રસ્તા પર ટ્રાફિકજામ થઈ ગયો હતો.
આ પણ વાંચો: DGP ઓફિસથી પોલીસ પરિવારનું આંદોલન મોકૂફ, સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન યથાવત
ઉગ્ર આંદોલનના સૂત્રોચ્ચાર અને થાળીના અવાજથી માર્ગ ગાજી ઉઠ્યો
પોલીસ પરીવારની કેટલીક મહિલાઓ તથા બાળકોએ 36 ક્વાર્ટર પોલીસ લાઈન ખાતે થાળી વેલણ વગાડી ગ્રેડ પે વધારો (Grade pay police) કરવાની માગ કરી હતી. રેલી અને ધરણાંને લઇ પોલીસ તંત્ર ભારે હરકતમાં આવ્યું હતું. છેલ્લા બે દિવસથી આ આંદોલન ઉગ્ર બની રહ્યો છે. જે રીતે ગુજરાત પોલીસના ગ્રેડ પેમાં વધારાને લઈને કેટલા પોલીસ કર્મચારીઓ દ્વારા સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરવામાં આવી રહ્યુ છે. તે રીતે બુધવારે ભુજ શહેરમાં આવેલા 36 ક્વાર્ટર પોલીસ લાઈન ખાતે પોલીસ પરિવારની બહેનોએ ગ્રેડ પેને અને કેટલાક મુદ્દાઓ સાથે થાળી ચમચી વગાડી વિરોધ પ્રદર્શન કર્યું હતું.
આ પણ વાંચો: કેન્દ્રીય આરોગ્ય મંત્રીની મહત્વની બેઠક, કોવિડ રસીકરણ વધારવા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા
ગુજરાત પોલીસને અન્ય રાજ્યોના પોલીસ કર્મચારીની જેમ જ ગ્રેડ પે અપાય તેવી માગ
પોલીસ પરિવારની મહિલાઓએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ઠેર ઠેર ગ્રેડ પે (Grade pay police) મામલે આંદોલનો થઈ રહ્યા છે અને તેના સમર્થનમાં ભુજમાં પોલીસ પરિવારના સભ્યો દ્વારા આંદોલન કરવામાં આવ્યું છે. ગુજરાત પોલીસ તંત્રમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલ વર્ગના કર્મચારીઓનું સરકાર દ્વારા શોષણ કરવામાં આવે છે. અન્ય રાજ્યના પોલીસ કર્મચારીઓને અપાતો ગ્રેડ પે ગુજરાત રાજ્ય પોલીસ કર્મચારીઓને અપાતો નથી. અન્ય કર્મચારીઓ કરતાં વધુ કલાકો ફરજ બજાવે છે. ઉપરાંત સરકારમાં જે મંત્રણા પણ ચાલી રહી છે. તે મંત્રણા ઝડપથી પૂરી થાય અને ગ્રેડ પેમાં વધારો કરવામાં આવે તેવી અમારી માગ છે.