અમદાવાદ : કલાગુર્જરી છેલ્લા 13 વર્ષથી ગાંધીજીની જન્મજયંતિએ ભજનાંજલિનો કાર્યક્રમનું આયોજન કરે છે. આ કાર્યક્રમ ગાંધીનગર ટાઉનહોલની સામેના મેદાનમાં દર વર્ષે યોજવામાં આવે છે. આ કાર્યક્રમમાં આશરે 700થી 800 લોકો ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપવા માટે આવે છે. જેમાં સ્વયંશિસ્તનું પાલન અને કોઈપણ પ્રકારની ઔપચારિકતા હોતી નથી અને સર્વે લોકો સફેદ વસ્ત્રોમાં આવે છે.
કાર્યક્રમની વિગત આપતા પૂર્વ ગૃહરાજ્યપ્રધાન અને કલાગુર્જરી સંસ્થાના પેટ્રન મહેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે, આ વર્ષે પણ બીજી ઓક્ટોબર, 2020ના રોજ ભજનાંજલિ કાર્યક્રમ ગાંધીનગર ટાઉનહોલના સામેના મેદાનમાં યોજાશે. જો કે, આ વર્ષે કોરોના મહામારીને કારણે પ્રેક્ષકોની હાજરી હશે નહીં. આ કાર્યક્રમમાં પૂજ્ય ગાંધી બાપુની પ્રાતઃ પ્રાર્થના સમયે થતો રહ્યો છે. આ કાર્યક્રમ નિયત સમયે શરૂ થશે અને સમયસર જ પૂરો થશે. આ કાર્યક્રમમાં કોઈ જ ભાષણને સ્થાન અપાતું નથી. તેમજ સ્ટેજ પર 100 વર્ષ પહેલા ગાંધીજીના જીવનપ્રસંગોના અદભૂત બે પોસ્ટરો લગાવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ગાંધીજીની 151મી જન્મજયંતિએ યોજવામાં આવેલા ભજનાંજિલના કાર્યક્રમમાં ખ્યાતનામ કલાકાર ઓસમાણ મીર દ્વારા ભજનો ગાવામાં આવશે. આ કાર્યક્રમ બીજી ઓકટોબરના રોજ શુક્રવારે ETV BHARAT મોબાઈલ એપ પર સવારે 6.30 કલાકથી 8.30 કલાક સુધી લાઈવ માણી માણી શકાશે.